નવાયાર્ડ રમણીકલાલની ચાલના બુટલેગરનો આતંક
વડોદરા શહેર નવાયાર્ડ વિસ્તારના રહિશો અને બુટલેગર રફીક સાથે હાથાપાઈ થતાં પતી પત્ની ને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવા માં આવ્યા હતા.
ગુજરાત માં દારૂબંધી એ માત્ર કાગળ પર હોય એમ લાગી રહ્યું છે. વડોદરા નવાયાર્ડ વિસ્તાર માં રફીક નામનો બુટલેગર દારૂનો ધંધો કરી રહ્યો હતો ત્યારે નવાયાર્ડ ના સ્થાનિકો એ વિરોધ કરતા રફીક બુટલેગર અને સ્થાનિકો વચન ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ કહ્યુ હતુ કે દારૂનો ધંધો બંધ કરી દેજો નહીતો અમારે પોલીસ ફરિયાદ કરવી પડશે. ત્યારે રફીકે કહ્યું હતું કે જેને ફરિયાદ કરવી હોય એ કરે. પોલીસને અમે હપ્તો આપીએ છે. એ અમારું કશું નહિ બગાડી શકે અને ત્યાર બાદ હાથાપાઈ થઈ હતી. રફીક બુટલેગર દ્વારા ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક મહિલા અને એના પતિ ને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.નવાયાર્ડ ના સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તો ને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
દારૂનો અડ્ડો બંધ કરવા કહેતા નવાયાર્ડના બુટલેગરે દંપતીને માર માર્યો
By
Posted on