( પ્રતિનિધી )વડોદરા,તા.7
વડોદરા શહેરમાં દારૂડિયાની મોજ જોવા મળી છે. શહેરના કારેલીબાગ પોલીસ મથકની બહાર દારૂડિયાએ નશામાં ધૂત થઈને આરામ ફરમાવ્યો હતો. મુખ્ય પ્રવેશદ્વાર બહારજ આ દારૂડિયો આરોટી રહ્યો હોય તેને હટાવવાની કોઈએ પણ તસ્દી લીધી ન હતી. જ્યારે એક મોપેડ ચાલકે આ દારૂડિયાને ઉઠાવી હટાવ્યો હતો.

વડોદરા પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.ભક્તો ભક્તિમાં લીન છે,તો બીજી તરફ દારૂડિયાઓ નશામાં તરબોળ જોવા મળ્યા છે.કારેલીબાગ પોલીસ મથકની બહારજ એક દારૂડિયાએ આરામ ફરમાવ્યો હતો.નશામાં ધૂત થઈ આ દારૂડિયાએ પોલીસ મથકના મુખ્ય પ્રવેશદ્વાર બહારજ આરોટીને બેઠક જમાવી હતી.ત્યારે અહીંથી પસાર થતા એક જાગૃત નાગરિકે દારૂડિયાની મોજનો આ વિડિઓ બનાવી વાયરલ કર્યો હતો. મહત્વની બાબત છે કે આ દારૂડિયો માર્ગ પર પડ્યો હતો.જો કોઈ અકસ્માત થાત તો જવાબદાર કોણ ? પોલીસ મથક બહારજ દારૂડિયો પડ્યો હતો.પણ પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી કરી ન હતી. જ્યારે ત્યાંથી પસાર થતા એક મોપેડના ચાલકે આ દારૂડિયાને ઉઠાડી રસ્તા પરથી હટાવ્યો હતો. નોંધનીય છે કે કારેલીબાગ પોલીસ મથકની હદમાં જ અને પોલીસ મથકથી થોડેકજ દૂર દારૂના વેપલા ધમધમી રહ્યા છે. જ્યાં સવારથી જ દારૂડિયાઓની ભીડ જામતી હોય છે. પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવતા જાહેરમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતા આ પ્રકારના દ્રશ્યો સપાટી પર આવવા પામ્યા છે.
