માંજલપુર જીઆઈડીસી કોલોનીમાં અસામાજિક તત્વોના હુમલાથી પરિવારમાં ભયનો માહોલ
જૂની અદાવતના કારણે વિપુલ નામના શખ્સે તોડફોડ કરાવી હોવાના આક્ષેપ


( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં જીઆઇડીસી કોલોનીમાં રહેતા પટેલ પરિવારના ઘર આંગણે પાર્ક કરેલ ઇલેક્ટ્રીક ગાડીને અજાણ્યા ઈસમો મોટા પથ્થરો વડે તોડફોડ કરી પલાયન બનતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જૂની અદાવતના કારણે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતા. જ્યારે ગાડીમાં કરાયેલ તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

વડોદરા શહેરના સી 12- 203 જીઆઇડીસી કોલોની મકરપુરા ખાતે રહેતા અતુલભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના સવારે સવા ચારથી સાડા ચાર વાગ્યાના અરસામાં બની છે. હું માર્કેટ ગયો, એ દિવસે એમને લાગ્યું કે ઘરમાં કોઈ નથી, છોકરાઓ પણ બહાર ફરવા ગયા છે, તો આ લોકોએ મોટા મોટા પથ્થરો લાવીને અમારી ગાડીને નુકસાન કર્યું છે. ઘરના દરવાજા ઉપર પણ પથ્થર માર્યા છે. મારી ગાડીને તોડી નાખી છે. આ લોકોએ અગાઉ દિવાળી ઉપર અમારી બીજી એક ગાડી અતુલ શક્તિ અને બીજી મહિન્દ્રા યુરો છે, તો જે અતુલ શક્તિ ગાડી છે, તેને આ લોકો રાત્રે દારૂ પીને ફૂલ નશાની હાલતમાં તેને ઠોકીને જતા રહ્યા હતા, તો એ દિવસે પણ અમે રાત્રે પોલીસને બોલાવી હતી, પણ એમના બધા અંદરો અંદર મિત્રો એ એવું કીધું કે તમારી બંને ગાડીઓ ઠોકાઈ છે, તો અમે તમને ખર્ચા પેટે એફઆઇઆર ના કરો. અમે તમને ગાડી કમ્પલેટ કરી આપીશું કાંતો પૈસા આપી દઈશું, ગાડી રીપેરીંગ કરી આપીશું. પછી એક દોઢ મહિનો થયો, ત્યાં સુધી અમને કશું કરી આપ્યું નહીં અને એની અવેજમાં અમને એક ગાડી આપી હતી. ટાટાની છોટા હાથી ગાડી વાપરવા આપી હતી. જેની માટે પહેલા એવું કીધું કે, તમે આ ગાડી વાપરો જ્યાં સુધી હું તમને તમારું નુકશાનીનું ભરપાઈ ન કરી આપુ ત્યાં સુધી તમે આ ગાડી વાપરી શકો છો. ત્યાર પછી દોઢ એક મહિના જેવું થઈ ગયું, જેથી કરીને અમારા છોકરાઓએ એવું કીધું કે તું અમને અમારી ગાડી રિપેર કરી આપ તું તારી ગાડી લઈ જા. ત્યારે, એણે સામેથી એવી અરજી કરી કે આ લોકો અમારી ગાડી લઈ ગયા છે અને અમને આપતા નથી. તો પોલીસે આવીને એવું કીધું કે તમે ગાડી અહીંયા જમા કરાવી દો તો અમે પોલીસ ચોકી એ ગાડી જમા કરાવી દીધી હતી. એ પછી બે ત્રણ દિવસ ત્યાં પણ કોઈ એક્શન લેવાય નહીં. એટલે અમે ગયા રવિવારે રાત્રે જે વચ્ચે ના હતા, એમને કીધું કે પહેલા વિપુલભાઈને કહો કે અમારી ગાડી નું કરી આપે કાં તો અમને ખર્ચો આપે, કારણ કે અમારો ધંધો બંધ છે, તો એ વખતે વિપુલભાઈ અને બીજા દસેક માણસો જે બધા પલટી ખાઈ ગયા હતા કે, ભાઈ આવી કોઈ વાત થઈ નથી. એ રીતની પલટી મારી અને આજે આ વિપુલે જ બધું કરાવ્યું છે. અમારી પાસે આના ફૂટેજ આવી ગયા છે કે આ વ્યક્તિ આજ છે. જૂની અદાવતના કારણે જ આ કરવામાં આવ્યું છે. જે ટેમ્પો અમારો એણે તોડી નાખ્યો તેના ખર્ચા પેટે અમે જે પૈસા માંગ્યા એની અદાવતમાં જ આ કર્યું છે. અમારી માંગણી એક જ છે કે, અમને અમારા બે ટેમ્પા નો જે રીપેરીંગ નો ખર્ચો હોય એ આપે અને બીજું આજે જે ઓલા ગાડી તોડી નાખી છે તો એનો પણ આપે અને ઘરમાં પથ્થરો માર્યા હાલ તુટ્યું નથી કશું. પણ કદાચ તૂટ્યું હોત એણે પથ્થરો મોટા મોટા લઈને આવ્યા હતા. કોઈને પણ કદાચ મારે તો માણસ મરી જાય જીવે જ નહીં. એટલે હાલમાં અમને ભય લાગી રહ્યો છે. બધા જ દારૂડીયાઓ છે, આખી ગેંગ છે. દિવાળી ઉપર પણ જે એ ગાડી સ્વીફ્ટ લઈને નીકળ્યો હતો, એની અંદર પણ અમારા છોકરાઓએ ફોટા પાડેલા છે. અંદર દારૂની બોટલો ગ્લાસ, ચાકણું બધું હતું અને એ ઠોકીને ભાઈ પોલીસ ચોકી આગળ જઈને ગાડી ઢાંકી દીધી હતી. જેથી કરીને કોઈને કશું મળે નહીં, અમારી માંગ એક જ છે કે બસ આ લોકોને સજા થવી જોઈએ અને અમારી ગાડી ના ખર્ચા પેટે જે પૈસા આપે તો ઠીક છે અને ના આપે તો પણ કહી નહીં પણ સજા થવી જોઈએ.