જાંબુઘોડા બોડેલી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે આવતા ભક્તો દ્વારા દાન પેટી માં દાન નાખવામાં આવે છે ત્યારે કોઈ જલારામ ભક્ત દ્વારા બંધ થયેલી બે હજાર ની નોટ નાખી જતા અનેક સવાલ ઉઠ્યા હતા..
જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા બોડેલી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે દર ગુરૂવારે આયોજકો દ્વારા ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવે છે અને આ ભંડારા માં ખૂબ જ મોટી સંખ્યા માં જલારામ ભક્તો આવતા હોય છે અને ભંડારા માં બનાવવા માં આવતી પ્રસાદી નો લાભ ભક્તો લેતા હોય છે અને ત્યાર બાદ જલારામ બાપા ના દર્શન કરી દાન પેટી માં પોતા ની યથાશક્તિ પ્રમાણે દાન પેટી માં દાન પણ નાખતા હોય છે જે દાન પેટી માં આવતા દાન ની ગણતરી બીજા દિવસે કરવામાં આવે છે ત્યારે તારીખ 11/7 ના રોજ જલારામ મંદિર ખાતે રાબેતા મુજબ નિત્યક્રમ પ્રમાણે જલારામ મંદિર ખાતે ભંડારો યોજાયો હતો અને તારીખ 12/7 ના રોજ મંદિર ના ટ્રસ્ટી ઓ દ્વારા દાન પેટી ખોલી ગણતરી કરતા સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ 2000 ની નોટ કોઈ ભક્ત દ્વારા દાન પેટી માં નાખી ધન્યતા અનુભવતા અંધભક્ત? જ્યારે બંધ થયેલી 2000 ની નોટ દાન પેટી માં થી નીકળતા ભારે ચર્ચા એ જોર પકડ્યો હતો