Vadodara

દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા, એક આરોપી વોન્ટેડ

માંજલપુર વિસ્તારમાં આવેલા બે મંદિરોમાં થઈ ગઈ ચોરીના ભેદ ઉકેલાયા

પ્રતિનિધિ વડોદરા, તા. 21
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મંદિરોમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ માટે પડકાર ઉભો થયો હતો. આ વચ્ચે માંજલપુર પોલીસે સઘન તપાસ અને પેટ્રોલિંગના આધારે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે મંદિર ચોરીના કેસમાં બે આરોપીઓને દાનપેટી સાથે ઝડપી પાડયા છે.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા વડોદરા શહેરના વિવિધ થયેલી ચોરીના ભેદ ઉકેલી નાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી.જેથી શહેરમાં વધતા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માંજલપુર વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં રાત્રિના સમયે ત્રણ મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ સાથે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું હતું. શુક્રવારે જ્યુપીટર ચાર રસ્તા નજીક સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ ચાર ઇસ
શખ્સોમાંથી બે જણને પોલીસે ઝડપી પાડ્યા હતા.
આરોપી આકાશ ભગવાન વારકે (રહે. જ્યુપીટર ચાર રસ્તા પાસે, વડસર રોડ) અને રાહુલ પ્રફુલ રાઠોડ (રહે. શિવરામનગર, અલવાનાકા, માંજલપુર)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આકાશ વારકે વિરુદ્ધ અગાઉ પણ ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં સામેલ ત્રીજો આરોપી અનિલ ઉર્ફે પીન્ટ લક્ષ્મણ બાવીસ્કરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top