વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં બે કામોને મંજૂરી આપવામાં આવી
વડોદરા મહાનગરપાલિકાની સમિતિની બેઠક શુક્રવારે મળી હતી જેમાં ફક્ત ત્રણ કામ મંજૂરી માટે લેવામાં આવ્યા હતા જેમાંથી એક કામ મુલતવી રાખી બે કામોને મંજૂરી આપવામાં આવી હતી .
જેમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મ જયંતી પ્રસંગ નિમિત્તે નવલખી ગ્રાઉન્ડ પર આગામી તારીખ 10 થી 17 નવેમ્બર સુધી થનારા કાર્યક્રમમાં ફાયર એન્જિન સ્ટાફ સાથે કામને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 7 કારેલીબાગ પાણીની ટાંકી તરફના મુખ્ય રસ્તા પર જતી લાઈન પર ભંગાણ કામગીરી કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે તાંદલજા તળાવ પર કલવટ બનાવવા કામ હાલ પૂરતી મુલતવી કરવામાં આવ્યું હતું.
સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાં ત્રણમાંથી બે કામોને મંજૂરી આપવામાં આવી હતી. એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને વોર્ડ નંબર સાતમાં પાણી ટાંકી મુખ્ય ડ્રેનેજમાં જાસ્મીન મોબાઇલની સામે ભંગાણ પડ્યું હતું . તેને જાણમાં લેવામાં આવ્યું છે. પૂજ્ય દાદા ભગવાન જન્મ જયંતિ આધ્યાત્મિક પ્રસંગ નિમિત્તે નવલખી મેદાન પર ફાયર એન્જિન અને સ્ટાફ 24 કલાક માટે ફાળવવાના હતા તે કામને મંજૂર કરવામાં આવ્યું છે. તાંદલજા તળાવ પાસે કલવટ બનાવવાનું કામ જે હતું તે મુલતવી રાખવામાં આવ્યું છે.
દાદા ભગવાન મહોત્સવમાં વીએમસી ફાયર સ્ટાફ ફાળવશે
By
Posted on