માસીએ ફરિયાદ કરતા ગોરવા પોલીસની પેનલે પીએમ કરાવી તપાસ હાથ ધરી
ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું સાચું કારણ સામે આવશે




( પ્રતિનિધિ )વડોદરા,તા.18
વડોદરા શહેરના ઈલોરા પાર્ક વિસ્તારમાં પાંચ વર્ષની ધ્યાની ઠક્કર નામની બાળકી માતા-પિતા વગર દાદા-દાદી સાથે રહેતી હતી. તેને શરદી ખાંસીની સીરપ પીવડાવવામાં આવી હતી. જેના બાદ તેનું અચાનક મોત થયું હતું. પરિવારજનોના આક્ષેપ મુજબ બાળકીના કાકાએ લાવેલી સીરપ પીવડાવી હતી. ઘટના બાદ મૃતકની માસીને શંકા જતા તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ગોરવા પોલીસ અને બી ડિવિઝન એસીપી તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં પેનલ પીએમના રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ સામે આવશે.
વડોદરા શહેર પોલીસ વિભાગના એસીપી બી ડિવિઝન આર.ડી.કવાએ જણાવ્યું હતું કે, ગોરવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત આવી હતી કે પાંચ વર્ષની બાળકીનું મરણ થઈ ગયું છે. જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને મરણ જનાર જેનું પંચનામું અને પીએમ પેનલ પીએમ થી કરવા માટે ડોક્ટરને સૂચના કરવામાં આવી હતી. મરણ જનાર જેમના માસી તરફથી આક્ષેપ હતા કે, કંઈક ખોટું થયું છે પણ વિષય એવો છે. પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે અને જે પેનલ થી થશે. વિશેરા પણ લેવામાં આવશે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી આગળના વિવરણ ઉપર આવી શકીએ. આક્ષેપ એવા હતા કે ભાઈ લાવ્યા હતા અને કંઈક સીરપ પીવડાવવાથી થયું હશે, પણ હકીકત એવી છે. મરણ જનારના દાદા દાદીની રજૂઆત અનુસંધાને 17 તારીખે મેડિકલી ઈમરજન્સી થાય છે, શરીરમાં તાવ અને કળતર અને કફ જેવું હશે તો મરણજનારના કાકાનું પોતાનું મેડિકલ છે. ત્યાંથી એમને સીરપ લાવી અને પીવડાવ્યું હતું. બીજા દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે. એમના ઘરના મેમ્બર સાથે બહાર ફરવા પણ ગઈ હતી, પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક તબિયત બગડી ગઈ હશે. પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા હશે. ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું, ત્યાંથી કાશીબામાં જવા માટે એપ્રોચ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું. જેથી કરીને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી ગોત્રી મેડિકલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. શરદી ખાંસીની સીરપ હતી અને પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવી છે. દાદા દાદી સાથે રહે છે, એટલે કાકાએ લાવી આપી હતી એમના દીકરીના કાકા એટલે દાદા દાદી સાથે રહેતા હોય એટલે તેને મેડીકલ ટ્રીટમેન્ટ પણ તેમના દ્વારા જ થઈ હોય. જોકે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદજ સાચી હકીકત સામે આવશે.
*હરતી ફરતી થઈ ગઈ તો મરણ કેવી રીતે થયું :
અમારી પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે અને એનું કારણ કશું મળતું નથી. દીકરીની માતા ત્રણ વર્ષ પહેલા અને પિતાનું છ મહિના પહેલા અવસાન થયું હતું. ધ્યાની દાદા દાદી પાસે રહેતી હતી. એમનું કહેવું એવું છે કે એને બે દિવસ પહેલાં પગ દુખતા હતા, તો એને દવા પીવડાવી હતી. શરદી જેવું લાગતું હતું એટલે આ દવા આપી હતી. બીજા દિવસે સારું હતું. હરતી ફરતી રમતી થઈ ગઈ હતી. આડોશી પાડોશી ના ઘરે પણ રમવા ગઈ હતી, તો અચાનક આજે મરણ થયું એનું મને કારણ જાણવું છે કે કોઈ દવા એને પીવડાવી દીધી એનાથી એનું મોત થયું છે : રૂપલ પટેલ,મૃતકની માસી
*રાત્રે તબિયત વધારે ખરાબ લાગતા અમે દવાખાને લઈ ગયા હતા
ધ્યાની પહેલા મારી સાથે જ હતી પછી એની માસી અમારી સાથે ઝઘડો કરીને લઈ ગઈ હતી. એ રાખતી હતી. મોટી છોકરી પડી ગઈ એટલે એને હાથમાં વાગ્યું ફેક્ચર થયું હતું. એટલે નાની છોકરી ધ્યાનીને ત્યાંથી અમારી ત્યાં મોકલી હતી. એ છોકરીને હું રાખતી હતી, એને કશું હતું નહીં. શરદી ખાંસી જેવું હતું. ગઈ રાત્રે એને જરા વધારે ગળતર થવા લાગ્યું એટલે મેં મારા છોકરાને ઉઠાડ્યો અને અમે એને ઊંચકીને દવાખાને લઈ ગયા. પહેલા નજીકમાં શ્રીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી અમને કીધું કે કેસ ખલાસ છે. એવું કીધું એટલે પછી અંકુરમાં લઈ ગયા તો અંકુરમાં ડોક્ટર હતા નહિ એટલે પછી કાશીબા હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં બધી ટ્રીટમેન્ટ જે ચેક કરવું હોય તો એ બધું જ કર્યું પછી અમને કહી દીધું કે તમે ઘરે લઈ જાઓ. બાકી અમને સપનામાં પણ ખ્યાલ નથી કે આવું થશે મારા તો દીકરાની દીકરી છે અને આ તો માસી થાય એ પોલીસ લઈને આવી હતી અને અમારી સાથે ધમાલ કરી હતી. : અંજુબેન ઠક્કર,મૃતકની દાદી