Vadodara

દાંડિયા બજાર બ્રિજ ઉપર ટ્રેક્ટર રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત..

શહેરના રાજમાર્ગો પર અકસ્માત નો સિલસિલો યથાવત..

રિક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઇજા થતા સારવાર હેઠળ ખસેડાઈ..

અકોટા દાંડિયા બજાર સોલર બ્રિજની નીચેથી પૂર ઝડપે પસાર થઈ રહેલા ટ્રેક્ટર પાછળ રીક્ષા અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
રાવપુરા પોલીસ કર્મીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.
શહેરના રાજમાર્ગો જાણે અકસ્માત ઝોન બની ગયા હોય તેમ દિન બ દિન વધારો થઈ રહ્યો છે. અકોટા બ્રિજ પાસે સાંજે ટ્રોલી સાથે ટ્રેક્ટર પુરઝડપે પસાર થઈ રહ્યું હતું. પાછળ આવી રહેલા ટ્રાફિકમાં એક રીક્ષા એકા એક ધડાકાભેર ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘૂસી જતા વાતાવરણ ચીચીયારીથી ગુંજી ઉઠ્યું હતું. કાગળનો ડુચ્ચો હોય તેવી હાલતમાં અથડાયેલી રીક્ષા ને જોઈને વાહન ચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. રિક્ષામાં બેસેલા ચાલક સહિત ત્રણ ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રાવપુરા પોલીસને જાણ કરાતા જ કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને એમ્બ્યુલન્સ ને બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
સવારે અને સમી સાંજે પિંક અવર્સમાં અકોટા બ્રિજ પર પૂર ઝડપે વાહનો પસાર થાય છે અપૂરતી ટ્રાફિક વ્યવસ્થા ના કારણે અકસ્માતોની વણજાર વધી રહી છે.

આવું જ વધુ એક અકસ્માત કારેલીબાગના મુક્તાનંદ સર્કલ નજીક આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે સર્જાતા હતો,જેથી વાહન ચાલકોમાં ભય ફેલાઈ ગયો હતો. પૂર ઝડપે પસાર થતી કાર પાસેથી એકાએક activa પસાર થતા કારના ચાલકે બ્રેક મારતા જ કાર બેકાબૂ બની ગઈ હતી.અને ગણતરીની પળમાં ડિવાઇડર ઉપર ચડી ને ધડાકા ભેર ઊંધી વળી ગઈ હતી. એકટીવા અને તેના ચાલક તો બચી ગયા પરંતુ કારમાં સવાર ચાલક સહિત ત્રણ જણાને ઇજાઓ પહોંચી હતી. ગંભીર અકસ્માતના પગલે વાહન ચાલકો એકઠા થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કારેલીબાગ પોલીસ તુરંત ઘટના સ્થળે ધસી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજ માર્ગો ઉપર બેફામ સ્પીડ પર વાહન હંકારતા હોવાથી અકસ્માતોની વંણથંભી હારમાળા સર્જાય છે. એક દિવસ એવો નથી જતો કે શહેરમાં અકસ્માતો સર્જાયાના હોય.

Most Popular

To Top