વિરસદ પોલીસે દરોડો પાકડી રંગેહાથ પકડી લીધા
બોરસદના દહેવાણ ગામમાં જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સને વિરસદ પોલીસે રંગેહાથ પકડી લીધાં હતાં. આ શખ્સો સામે ગુનો નોંધી 16 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વિરસદ પોલીસને બાતમી મળી હતી કે, દહેવાણ ગામના છીણાવપુરા ખાતે બદલપુર ગામનો અલ્પેશ ઉર્ફે અલ્લુ છીમાવપુરા કોતર વિસ્તારમાં ખુલ્લામાં બહારથી માણસો બોલાવી પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી 25મીની સમી સાંજે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુંડાળુ વળી બેઠેલા છ શખ્સ પકડાઇ ગયાં હતાં. જેની પુછપરછ કરતાં તે પ્રવિણ ઉર્ફે પલો ભીખા વાઘેલા, મહેન્દ્ર ઉર્ફે ભલો હિંમત વાઘેલા, જીતેન્દ્ર કાળીદાસ પરમાર, અર્જુન ડાહ્યા પરમાર, અજય રઇજી પરમાર અને જયંતી ચીમન સોલંકી હોવાનું જણાવ્યું હતું. આ દરોડામાં સ્થળ પરથી પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા શખ્સ પ્રવિણ ઉર્ફે પલો ભીખા વાઘેલા (રહે. કાળુ)ની પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, બદલપુર ગામનો અલ્પેશ ઉર્ફે અલ્લુ રમી રમવા બોલાવ્યાં હતાં. જોકે, પોલીસને જોઇ તે ભાગી ગયો હતો. આ કબુલાત આધારે પોલીસે સાતેય સામે ગુનો નોંધી રૂ.16,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.