ઇજાગ્રસ્તોને ભરૂચ બાદ વડોદરા ખસેડાયા
ભરૂચ,તા.૧૫
ઔદ્યોગિક નગરી દહેજ GIDCમાં આવેલી એલીવસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગય હતી.આ ઘટનામાં કંપનીના ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ આગથી આસપાસની કંપનીઓ અને વસાહતમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગમાં દાઝી ગયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને જોતા, પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડાયા હતા.હજુ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.