અન્ય બે આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ મુક્તિ
પ્રતિનિધિ, વડોદરા તા.9
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં બનેલા પરીણીતાના આપઘાત કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા પતિને 7 વર્ષની અને સાસુને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જ્યારે કેસમાં સામેલ અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ વાઘોડિયા રોડ પર આવેલી એક્તાનગર વિભાગ-2માં રહેતા પંકજ દેવીપુજક તથા તેના પરિવારજનો પરીણીતાને દહેજ માટે પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરતા હતા. ઉપરાંત ઘરકામને લઈને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસરીયાના આ ત્રાસથી કંટાળી પરીણીતાએ પોતાના ઘરમાં પંખાના હૂક સાથે ઓઢણી બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પતિ પંકજ દેવીપુજક અને સાસુ લાભુ દેવીપુજકની ધરપકડ કરી દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. કેસની સુનાવણી ચોથા એડિશનલ જજ મોબીન અબ્દુલરશીદ ટેલરની કોર્ટમાં ચાલી હતી. દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે પતિને 7 વર્ષ અને સાસુને 2 વર્ષની સજા ફટકારી હતી.