ડોક્ટર્સની નેશનલ લેવલની કોન્ફરન્સનુ આયોજન વડોદરામાં થયું, શહેર, રાજ્ય તથા દેશ ના જાણીતા મેડિકલ પ્રેક્ટિશનર્સ હાજર રહ્યા
‘સેતુ’ સંસ્થા ના માધ્યમ થી ડોક્ટર્સ તથા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર્સ એક સાથે વિશેષ ચર્ચા સત્ર માં સહભાગી થયા
વડોદરા :
હેલ્થકેર સમીટ ઓફ ઈન્ડિયા ૨૦૨૫ નુ આયોજન મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં થીમ – ધ પાવર ઓફ સીનરજી: કમિંગ ટુગેધર ઓફ હેલ્થકેર એન્ડ હેલ્થ ઇન્સિયોરન્સ નુ આયોજન કરાયું.

હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીને ઇન્સ્યોરન્સ કંપનીમાંથી નાણા મેળવવા ઉભી થતી સમસ્યાનો નિકાલ આવે તેમજ વર્ષ 2002-2003માં જે ટીપીએ અંતર્ગત હોસ્પિટલના પ્રશ્નો સર્જાયા તે તમામ બાબતોના નિવારણ માટે સેતુ એટલે દર્દી તથા ડોક્ટર્સ ને જોડતો સેતુ, દર્દી ન પ્રશ્નો ન સહન નિવારણ અર્થે સેતુ ની સ્થાપના ડૉ કૃતેશ શાહ દ્વારા કરવામાં આવી
વડોદરામાંથી શરૂ થયેલ એસોસિએશનની બોડી બની અને હાલ તે રાષ્ટ્રીય કક્ષાનું એક ફેડરેશન બની ગયું છે. જે અંતર્ગત વડોદરામાં દેશભરના હેલ્થકેર પ્રોવાઇડર ભેગા થયા હતા. જેમાં વિવિધ તજજ્ઞોએ પોતાના મંતવ્યો રજૂ કરવા સાથે ચર્ચાઓ કરી હતી. સમિટમાં 500 બેડની હોસ્પિટલથી લઇ પાંચ બેડની હોસ્પિટલના તબીબો આવ્યા હતા. જેમાં દર્દીને સારામાં સારી સારવાર ઓછા ખર્ચે કેવી રીતે મળે તેની ચર્ચા થઈ હતી.

આ અંગે સેતુના પ્રેસિડેન્ટ ડૉ કૃતેશ શાહે જણાવ્યું હતું કે, હાલ નેશનલ લેવલે અમારા ફેડરેશનમાં કુલ ૧૯ સ્ટેટ મેમ્બર છે. આગામી દિવસોમાં ઓલ ઇન્ડિયા એમ્પેરમેન્ટ સરકાર લાવી રહી છે. જેમાં જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ જેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આઇઆરડીએ દ્વારા હવે સિંગલ વિન્ડો શરૂ કરાશે. ૨૫ વર્ષ બાદ ઇન્સ્યોરન્સ ક્ષેત્રના નિયમોમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. તે અંગેની આજની સમિટમાં ચર્ચા કરવામાં આવી હતી. સેતુ એ ઇન્સ્યોરન્સ કંપની અને હોસ્પિટલ વચ્ચેનું એક માધ્યમ છે જેમાં કેન્દ્રસ્થાને દર્દીનું હિત જળવાય તે રહેલું છે. ભારતમાં પ્રથમવાર હેલ્થ સમિટ વડોદરા ખાતે યોજાઇ હતી. જેમાં 19 રાજ્યના સભ્યો ઉપરાંત જીઆઇસી કાઉન્સિલના ડિરેક્ટર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલા સેશનમાં સરકાર દ્વારા ઇન્સ્યોરન્સ ક્ષેત્રે જે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તેને લાગુ કરવામાં દર્દીઓ અને હોસ્પિટલોને તકલીફ ન પડે જેથી સોસાયટીને તેનો ફાયદો થાય તે માટેના ચર્ચા સત્રો યોજાયુ હતું.’
આ પ્રસંગે હાજર એચડીએફસી અર્ગોના જોઈન્ટ પ્રેસિડેન્ટ અતુલ ગુજરાતીએ જણાવ્યું કે, આજની કોન્ફરન્સ ડૉ.કૃતેશની સંસ્થા સેતુના માધ્યમથી યોજવામાં આવી હતી. આ એક ઘણી જ સારી બાબત છે. ઇન્સ્યોરન્સ કંપની અને હેલ્થ કેર પ્રોવાઇડર વચ્ચે તેમણે જે ભૂમિકા ભજવી છે તે દર્દીઓના હિટ માં ખૂબ મહત્વની છે. ગ્રાહકોને અમે શું સારામાં સારું આપી શકીએ? એ માટે આજની ચર્ચા ઘણી ફળદાયી રહી હતી. આ ઈનીસીએટીવને હું બિરદાવું છું.
આ કાર્યક્રમ માં ૪૦૦ થી વધારે નિષ્ણાત ડોક્ટર્સ તથા ૫૦ થી વધારે નામાંકિત ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર્સ એ હાજરી આપી હતી. અલગ અલગ ડોક્ટર્સ ના વિષય જોગ પ્રવચન અને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ ના ભાગરૂપે વિશેષ પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક દર્દી ને કેવી રીતે સુગમતા સભર સારવાર આપી શકાય તેની વિશેષ ઓપન ડિસ્કિશન થયું હતું.