ખુલ્લા શાકભાજી અને રસોડામાં દર્દીઓની રસોઈ પર ફરતા ઉંદરો
શું અહીં ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે ખરી?



મધ્ય ગુજરાતમા આવેલા વડોદરા શહેરમાં એસ.એસ.જી. હોસ્પિટલ બાદ ગોત્રી જનરલ હોસ્પિટલમાં વડોદરા શહેર, જિલ્લાના તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. રાજ્ય સરકાર જનતાના આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા દર્દીઓના આરોગ્ય માટે કેવી અને કેટલી ચિંતા કરવામાં આવે છે તે ગોત્રી જનરલ હોસ્પિટલમા જોવા મળી રહી છે્


વડોદરા શહેરમાં આવેલા ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અચાનક વિઝીટ કરતા અહીં કેન્ટીનમાં ગંદકીની ભરમાર જોવા મળી હતી .કેન્ટિનમા જ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.કેન્ટિનમા શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા હતા સાથે જ મોટા મોટા ઉંદરડા કેન્ટીનમાં ફરતા નજરે જોવા મળ્યા હતા કેન્ટિન પાસે તથા કેન્ટિનની નીચેના ભાગમાં પણ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે આ અંગે જ્યારે સામાજિક કાર્યકર દ્વારા કેન્ટીનના સંચાલકને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં જ અમે કેન્ટીન લીધેલી છે અહીં પહેલાં આ સ્થિતિ હતી અમે સુધારો કરીશું વધુમાં સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં કેમ નથી આવી રહી સાથે જ આરોગ્ય સુધારવા માટે આવતા દર્દીઓ અને દર્દીના પરિવારજનો સાથે જ આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે ત્યારે આવા કેન્ટીનના કોન્ટેક્ટરોના તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની ટીમને સામાજિક કાર્યકારે રજૂઆત કરી કે અહીંયા ચોક્કસ એક વાર વિઝીટ કરે અને તપાસ કરવામાં આવે.

