શહેરના હરણી પોલીસ સ્ટેશન પાછળના રાજેશ્વર ગેલેક્ષીમા રહેતો યુવક સુરત થી અમદાવાદ તરફના રોડે મોટરસાયકલ લઈને જતો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું.
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
શહેરના હરણી પોલીસ સ્ટેશન પાછળ આવેલા રાજેશ્વર ગેલેક્સીમા રહેતા યુવકનું મોટરસાયકલ લઈને જતો હતો તે દરમિયાન શહેરના બાયપાસ સુરત થી અમદાવાદ તરફના દરજીપુરા એરફોર્સ સ્ટેશન બ્રિજ પર અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.સમગ્ર મામલે હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના હરણી સમા લિંક રોડ પર આવેલા સિદ્ધેશ્વર હાઇટ્સ ની પાછળના અક્ષર હેરિટેજ ખાતે મકાન નંબર બી -104મા મહેશકુમાર બાબુભાઇ અમીન પોતાના પરિવાર સાથે રહે છે અને પી.યુ.સી.સેન્ટર ચલાવે છે આજે તેઓ જ્યારે પોતાના ઘરે હતા તે દરમિયાન સવારે હરણી પોલીસ ઘરે આવી હતી અને મહેશભાઇને જણાવ્યું હતું કે એક મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એન સી-7829ના ચાલકનો સુરત થી અમદાવાદ તરફના દરજીપુરા એરફોર્સ સ્ટેશન બ્રિજ પર અજાણ્યા વાહન ટક્કરે અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હોય ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે જેથી મહેશકુમાર અમીન પોલીસ સાથે તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા હતા જ્યાં હરણી પોલીસ સ્ટેશન પાછળ આવેલા રાજેશ્વર ગેલેક્સીમા રહેતા તેમના જમાઇ અભિષેક જયેશભાઇ ઠાકોરનું મોત નિપજ્યું હોવાની તેમને જાણ થઇ હતી તેઓને તેમનો જમાઇ મોટરસાયકલ લઈને ક્યાં થી ક્યાં જતો હતો તેની તેમને કે ઘરમાં કોઇને જાણ નહોતી પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ રાત્રીના 2:50 ની આસપાસ બન્યો હોવાનું જણાવ્યું હતું જેથી મહેશકુમાર અમીને અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
