કાયૅવાહી પહેલા દબાણ શાખા ની ટીમના મોબાઈલો લઈ લો, દબાણ શાખામાં ગદ્દાર કોણ?
વડોદરામાં નવાપુરા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારથી શક્તિ કૃપા સર્કલ થઈ SRP ક્વાટર અને ગોયા ગેટ રોડ પર આવેલા તમામ દબાણો દૂર કરાયા છે. કોર્પોરેશનને દબાણ શાખા ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને પોલીસ કાફલો સાથે રહીને દબાણ હટાવવાની કામગીરી કરી હતી. જોકે , ટીમ આવવાની હોવાની વિગતો અહીં પહેલાથી જ પહોંચી ગઈ હતી.
વડોદરા શહેરમાં સતત દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. સોમવારે શહેરના નવાપુરા વિસ્તાર તેમજ અન્ય આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાય દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. સતત દિવસે ને દિવસે લઘુમતી વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી ચાલુ રાખી છે. આજે નવાપુરા તેમજ પ્રતાપ નગર આસપાસના ગેરકાયદે દબાણો હટાવી લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો ત્યારે કેટલીક જગ્યાએ દબાણ દુર કરવા જે તે વિસ્તારમાં ટીમ જાય એ પહેલા દબાણ કરનારાઓને ખબર પહોંચી જાય છે. અને એના કારણે પાલિકાની ટીમે ખાલી હાથે પાછા ફરવું પડે છે.
ઇન્કમટેક્સ વિભાગ ની જેમ જે તે વિસ્તારમાં જ્યાં જ્યાં દરોડા પાડવાના હોય અગાઉથી કોઈ પણ કર્મચારીને કે અધિકારીને ખબર હોતી નથી એવી જ રીતે દબાણ દૂર કરતા પહેલા મુખ્ય અધિકારી સિવાય તમામ અધિકારી અને કર્મચારી પાસેથી ફોન લઈ લેવા જોઈએ. જેનાથી પાલિકાની દબાણ શાખાની ટીમને સફળતા મળે અને ફરી દબાણ કરતાં દબાણ ન કરે તે હેતુથી
દબાણખાતાના તમામ મજુરો પાસેથી દબાણ દુર કરવાની કામગીરી સમયે મોબાઈલ ફોન લઈ લેવા જોઈએ .
છેલ્લા ઘણા વખતથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં દબાણ શાખાની ટીમ જે તે વિસ્તારમાં દબાણ હટાવવા માટે પહોંચે તે પહેલા દબાણ કરતા દબાણ દૂર કરી દેતા હોય છે. એટલે કે દબાણ કરતા અને કોઈક અંદરનો જ માણસ ફોન કરી જાણ કરી દેતો હોય જેથી દબાણની ટીમ ખાલી હાથે પાછું ફરવું પડે છે ત્યારે શું દબાણ શાખામાંથી કોઈક ફૂટી જાય છે કે પછી દબાણ શાખા ના સ્ટોર માં જગ્યા ખૂટી ગઈ હોય જેનાથી દબાણ શાખા ના અધિકારીઓ જ દબાણ કરતાં પહેલેથી જાણ કરી દેતા હોય તેમ લાગે છે.
