Charotar

ત્રાજ ગામના તળાવમાં મુસાફરો ભરેલી કાર ખાબકી, પાંચ ઈજાગ્રસ્ત

ગાડીનું ટાયર ફાટી જતા આ દુર્ઘટના સર્જાઈ, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

(પ્રતિનિધિ) ખેડા તા 30
માતર તાલુકાના ત્રાજ ગામે બાદશાહ ફાર્મની બાજુમા સવારે આઠ કલાકે અકસ્માતની ઘટના બની હતી.જેમાં એક્ટિવાની વચ્ચે વળાંકમાં કૂતરું આવી જતા એકટીવા ચાલકને સીફ્ટ ગાડીએ ટક્કર મારી અને ગાડી નું ટાયર ફાટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામા મારુતિ કાર એક્ટિવાને ટક્કર મારી હતી . ઘટનામાં તળાવમા બંને વાહનો ખાબક્યા હતા.ગાડીમાં સવાર રસુલમિયા ભીખુમિયા મલેક રસુલમિયા અહેમદમીયા મલેક નાની ભાગોળના પરિવારજનો હતા.તળાવમાં ખાબકતા ખેડા નગરપાલિકમા ફાયરબ્રિગેડ જાણ કરતા પાલિકાના કર્મચારી જગદીશભાઈ અને તેમની ટીમ દ્વારા તળાવમાં પડેલા તમામ વ્યક્તિ સાથે બંને વાહનો પણ બહાર કાઢ્યા હતા.આ ઘટનામાં બે નાના બાળકો સહીત પાંચને બચાવી લેવાયા હતા.
તમામને ખેડા નજીક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેમાં બે વ્યક્તિને ગંભીર ઇઝા જણાતા તેઓને તાત્કાલિક નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા

Most Popular

To Top