લીમખેડા: દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે તે જ શાળાના આચાર્યે દુષ્કર્મનો પ્રયાસ કરી ત્યારબાદ બાળકીની નિર્મમ હત્યા કરી નાખવાના ચકચારી બનાવ નો કેસ લીમખડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવીને દસ વર્ષની સખત જેલ તથા બે લાખનો દંડ ફટકારવાનો ચુકાદો આપતા કોટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ પહેલા આ નરાધમ આચાર્યને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ મોકૂફ કર્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર તોયણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે તેની જ શાળાની બાળકીને પોતાની કારમાં બેસાડીને બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બાળકીએ બુમાબુમ કરતા આ નરાધમ આચાર્ય ગોવિંદ નટે બાળકીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ કેસ લીમખેડાની એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ગોવિંદ નટને કસુરવાર ઠેરવી ને 10 વર્ષની સખત જેલ તથા બે લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કરતા લીમખેડા કોર્ટમાં સન્નાટો આપી ગયો હતો