હાલોલ: પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ હાલોલ ટાઉન પોલીસ પીઆઈ આર.એ.જાડેજા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ અંતર્ગત જેમાં હાલોલ પંથકમાં લોકોના ગુમ થયેલા મોબાઈલ ગુમ થયેલી અરજીઓ ને લઇ સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓએ ટેકનિકલ રીતે તેમજ વિવિધ રીતે તપાસ હાથ ધરી શોધી આપ્યા હતા.

મોંઘા અને અનમોલ કહી શકાય તેવા ગુમ મોબાઈલ ફોન શોધી પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત હાલોલ ટાઉન પોલીસે 10 અરજદારોના ફૂલ 1,74,984 રૂ.ના મોબાઈલ પરત આપતા અને તેઓના મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

તેઓએ પોતાની કીમતી મોબાઈલ પરત મળવાની ખુશી જાહેર કરી હાલોલ ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કરી પોલીસની કર્તવ્ય નિષ્ઠાને સલામ કરી હતી આ પ્રસંગે પોતાના ગુમ થયેલા અને પરત મળેલા મોબાઈલ લેવા આવેલા અરજદારો અને તેમના પરિજનો સહિત હાલોલ ટાઉન પોલીસ મથકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.