Vadodara

“તું કેમ અમારી એક્સિડેન્ટની મેટરમા વચ્ચે બોલતો હતો” તેમ કહી બે ઇસમોએ પીક અપ ગાડીના ચાલકને ગડદાપાટુનો માર માર્યો


*ગુરુકુળ ચારરસ્તા થી ડી માર્ટ ત્રણ રસ્તા પાસે બે મોપેડ ચાલકો વચ્ચે અકસ્માત બાદ રોડ વચ્ચે ઝઘડી રહેલા યુવકને બાજુમાં ખસવા જણાવતા અદાવતે બે ઇસમોએ માર માર્યો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 18

શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતા અને પીક અપ ગાડી ચલાવતા યુવક ગત તા.17 એપ્રિલના રોજ ગુરુકુળ ચારરસ્તા વાઘોડિયારોડ થી ડી માર્ટ જતાં રસ્તામાં બે મોપેડ વચ્ચે અકસ્માતમાં રસ્તા વચ્ચે ઝઘડતા યુવકોને સ્લાઇડમાં ખસવા કહેતા બે ઇસમોએ પીક અપ ચાલકને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના મામલે સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વણઝારા ફળિયાના શૈલેષ રતનસિગ વણઝારા પરિવાર સાથે ભાડેથી રહે છે અને પીક અપ ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત તા.17 એપ્રિલના રોજ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વાઘોડિયારોડ ગુરુકુળ ચારરસ્તા થી ડી માર્ટ ત્રણ રસ્તા તરફ પીક અપ ગાડી લઈને જતા હતા તે દરમિયાન ડી માર્ટ સામે બે સફેદ એક્ટિવા મોપેડ ચાલકો વચ્ચે અકસ્માત ને લઇ અંદરોઅંદર ઝઘડો કરતા હતા રોડ પર ટ્રાફિક ને અવરોધાય તે રીતે ઝઘડી રહેલા યુવકોને સ્લાઇડમાં જ ઇ પોતાની મેટર પતાવવા જણાવી શૈલેષ પોતાની પીક અપ ગાડી લઈને ગણેશનગર તરફ નવી બંધાતી શ્રીનાથદ્વારા બિલ્ડિંગ પાસે પસાર થતા હતા તે દરમિયાન અચાનક સફેદ મોપેડ પર બે ઇસમોએ આવી “તું કેમ અમારી એક્સિડેન્ટની મેટરમા વચ્ચે બોલતો હતો” તેમ જણાવી શૈલેષને ગડદાપાટુનો માર માર્યો હતો સાથે જ એક ઇસમે મોઢા પર મૂક્કો મારતાં શૈલેષનો દાંત તૂટી ગયો હતો સાથે જ શૈલેશને જમીન પર પાડી દ ઇ “આજે તો તને પતાવી દ ઇશ તું અમને ઓળખતો નથી” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ દરમિયાન આસપાસના લોકો દોડી આવતા બંને અજાણ્યા ઇસમો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શૈલેષને લોકો જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી સારવાર બાદ શૈલેષભાઇ એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બે ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top