મકરપુરા એરંડા કંપની રોડ પર મોટરસાયકલ લઈને નોકરી પર જતાં કર્મી પર રિક્ષામાં સવાર બે ઇસમો દ્વારા માર મારી જાનથી મારી નાખવાની ધમકી
ઇજાગ્રસ્ત કર્મચારી ને ફેક્ટરીના માલિક અને કર્મચારીએ બચાવી વડસર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને મકરપુરા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી તા.21 ફેબ્રુઆરીના મધરાતે કંપનીમાં ફરજ પર મોટરસાયકલ પર જતા હતા તે દરમિયાન પાછળથી આવેલી રીક્ષા ચાલક અને તેની સાથેના એક ઇસમે “તું આટલી પૂરપાટ બાઇક કેમ ચલાવે છે રિક્ષા પલ્ટી ગઇ હોત તો તું દારૂ પીને ચલાવે છે”તેમ કહી પીછો કરી કર્મી પર પ્લાસ્ટિકની પાઇપના ટૂકડાથી માથામાં તથા હાથ પગ પર માર મારતાં આ અંગે ઇજાગ્રસ્ત યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં બાપુની દરગાહ સામે આવેલા આશિર્વાદ નગરમાં મકાન નંબર 142મા પ્રદિપ રામપ્યારે ગીરી પરિવાર સાથે રહે છે અને મકરપુરા જીઆઈડીસીમાં શેડ નં.928-બી “ગૌરવ સ્ટી”કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે.તેઓ ગત તા. 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે બાર વાગ્યે કંપનીમાં ગાડીના બિલ બનાવવાના હોય પોતાની મોટરસાયકલ લઈને મકરપુરા એરંડા રોડ સ્મશાન નજીકથી પસાર થતા હતા તે દરમિયાન પાછળથી એક ઓટો રિક્ષામાં આવેલા બે ઇસમોએ બાઇક રોકી”તું આટલી પૂરપાટ ઝડપે બાઇક કેમ ચલાવે છે મારી રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હોત તો તું દારૂ પીને ચલાવે છે કે” તેમ બોલી અપશબ્દો બોલતા પ્રદીપે અપશબ્દો બોલવાની ના પાડી હતી પછી પ્રદીપ કંપની પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી બંને આવીને પ્રદીપને પકડી કંપની સામે પ્લાસ્ટિકના ટુકડા થી માથામાં તથા હાથે પગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ દરમિયાન કંપનીમાં રહેતા શનાભાઇ આવી ગયા હતા તેમણે કંપની માલિકને ફોન કરતાં તેઓ પોતાના પત્ની સાથે આવી ગયા હતા અને પ્રદીપને મારથી બચાવ્યો હતો તથા ઇજાગ્રસ્ત કર્મીને વડસર રોડ પર આવેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો આ સમગ્ર મામલે માર મારનાર માણેજામા વુડાના મકાનમાં રહેતો રફીક હુસેન અમીર અલી સૈયદ તથા મકરપુરા વિસ્તારમાં રહેતો આરીફ શેખ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
