લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં,જીપીસીબીની ટીમ દ્વારા નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલી અપાયા
આઈપી ફાર્મા કેમિકલ કંપની સોજીત્રા જીઆઇડીસીમાંથી કેમિકલ ભરી લાવી નિકાલ કરાયો




( પ્રતિનિધિ )વડોદરા,તા.12
સોજીત્રા જીઆઇડીસી આણંદ ખાતે આવેલી આઈપી ફાર્મા કેમિકલ કંપનીમાંથી તીવ્ર દુર્ગંધ મારતું પ્રવાહી ભરી લાવીને બે ટેન્કરો મારફતે નંદેશરી જીઆઇડીસીમાં આવેલી કાંસમાં તેનો ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું હતું. સમગ્ર બનાવે જીપીસીબીને જાણ કરવામાં આવતા તેમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સેમ્પલ લઇ તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નંદેસરી પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પોલીસને ટેકર નંબર GJ-06-AT-4355 ના માલીક અલ્પેશભાઈ નટવરભાઈ પરમાર ઉ.વ.28 રહે. દામાપુરા ગામ ભાથીજી મંદિરવાળુ ફળીયુ પોસ્ટ. નંદેસરી તા.જી.વડોદરા નાઓ ટેન્કરમાં આઇ.પી. ફાર્મા કેમીકલ કંપની સોજીત્રા ચોકડી પાસે સોજીત્રા જીઆઇડીસી. આણંદ ખાતેથી તિવ્ર દુર્ગંધ મારતુ પ્રવાહી ભરી લાવીને જમીન માલીકના દિકરા મહેશભાઇ ઉર્ફે અશોકભાઇ ચંદુભાઇ ગોહીલ ઉ.વ.30 રહે. અનગઢ ગામ, વાડીયા વગો એચ.પી. પેટ્રોલપંપની પાછળ નંદેસરી જીઆઇડીસી ગુજરાત ચોકડીની બાજુમાં આવેલા ચંદુભાઇ રતનસિંહ ગોહીલ નાઓની જગ્યામાં તિવ્ર દુર્ગંધ વાસ મારતુ પ્રવાહી પાઇપ દ્વારા જીઆઇડીસીની ગટરમા ખાલી કરતા હોય ઝડપાયા હતા. જેથી તેઓની અટકાયત કરી ટેન્કરો કબ્જે કરી જીપીસીબીને જાણ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે, નંદેશરી પોલીસ સ્ટેશન તરફથી જીપીસીબીને માહિતી મળી કે એક ટેન્કર મારફતે એ લોકો દ્વારા નંદેશરી જીઆઇડીસીની અંદર જે એક કાચું નાળુ છે, ત્યાં આગળથી પોલીસ દ્વારા પકડેલું છે અને ટેન્કરની અંદર શું કેમિકલ છે અને શું ખાલી થઈ રહ્યું હતું, એની તપાસ માટે અમને જાણ કરવામાં આવી હતી. જેથી આજે ટીમ સાથે ચેકિંગ કરવા માટે આવ્યા હતા. બે ટેન્કરની માહિતી હતી અને બંને ટેન્કરમાંથી જે મટીરીયલ હતું. એ બંનેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને એનાલિસિસ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળી હતી, એ અનુસાર જે કોઈ એકમના માંથી આ ટેન્કર આવ્યું હોય જે બંને ટેન્કર છે એ બંને ટેન્કરમાં જે કેમિકલ હતું એ હેઝાર્ડ કેમિકલ છે અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્ક કરાવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે રિપોર્ટ અને એનાલિસિસ આવશે એના આધારે જે તે એકમનું ઈન્સ્પેક્શન કરી એની પર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીશું.