સ્વતંત્રતા દિવસ નિમિત્તે અનેક સેલિબ્રિટી, રાજકીય નેતાઓ પોતાના સોશિયલ મીડિયા પર તિરંગા સાથે પોતાની દેશ પ્રત્યેની લાગણી શેર કરતા હોય છે તેવામાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર દ્વારા પણ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના દ્વારા રાષ્ટ્રધ્વજને ઉંધો પકડવામાં આવ્યો હતો. જે આપણા દેશનું અને રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આ પ્રકારે ભૂલ કરવી તે કેટલું યોગ્ય છે ? ઈન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલ ઉંધા રાષ્ટ્રધ્વજ સાથે ની પોસ્ટ વાયરલ થતા અને મીડિયા પાસે પહોંચ્યા બાદ તેમના દ્વારા થયેલ આ ભૂલ તેમને સમજાઈ હતી અને ઉંધા રાષ્ટ્રધ્વજ સાથે મુકેલ તેમનો ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ પરથી ડીલીટ કર્યો હતો.
તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે ઊંધા રાષ્ટ્રધ્વજ સાથે ઈન્સ્ટાગ્રામ પર મૂકી પોસ્ટ
By
Posted on