Charotar

તારાપુર, આણંદ, ખંભાત અને બોરસદ તાલુકાઓમાં ૧૨ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો

આણંદ જિલ્લામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન સાવૅત્રિક વરસાદ
***

***
આણંદ, મંગળવાર – હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.

જેમાં તારાપુર તાલુકામાં ૧૨ ઇંચ કરતાં વધારે, સોજીત્રા તાલુકામાં ૧૦ ઇંચ જેટલો, ઉમરેઠ તાલુકામાં ૦૭ ઇંચ કરતા વધારે, આણંદ તાલુકામાં ૧૨ ઇંચ કરતા વધારે, પેટલાદ તાલુકામાં ૦૯ ઇંચ કરતાં વધારે, ખંભાત તાલુકામાં ૧૨ ઇંચ કરતાં વધારે, બોરસદ તાલુકામાં ૧૨ ઇંચ કરતાં વધારે અને આંકલાવ તાલુકામાં ૦૬ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૬-૦૦ કલાકથી  ૮-૦૦ કલાક દરમિયાન તારાપુર તાલુકામાં ૦૧ ઇંચ કરતાં વધુ વરસાદ, સોજીત્રા તાલુકામાં ૦૧ ઇંચ કરતાં વધુ, ઉમરેઠ તાલુકામાં ૦૩ મીલીમીટર, આણંદ તાલુકામાં ૦૫ મીલીમીટર,  પેટલાદ તાલુકામાં ૧૫ મીલીમીટર, ખંભાત તાલુકામાં ૦૯ મીલીમીટર, બોરસદ તાલુકામાં ૧૦ મીલીમીટર અને આંકલાવ તાલુકામાં શૂન્ય વરસાદ નોંધાયો છે.
****

Most Popular

To Top