( પ્રતિનિધી )વડોદરા,તા.8
વુમન્સ અન્ડર 19 ટી-20 ટુર્નામેન્ટમાં તમિલનાડુને માત આપી બરોડાની ટીમ સેમીનફાઇનલમાં પહોંચી છે. કવોટર ફાઇનલમાં તમિલનાડુની ટીમે 20 ઓવરમાં 78/8, જ્યારે બરોડાની ટીમે 19.5 ઓવરમાં 92 રન ફટકારી વિજય મેળવ્યો હતો.
બરોડા અંડર-19 મહિલા ટીમ બીસીસીઆઈ મહિલા અંડર-19 ટી 20 ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશી છે. બરોડા ક્રિકેટ એસોસિએશન મહિલા અંડર-19 ટી 20 ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બરોડા અંડર-19 મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુ પર શાનદાર વિજય નોંધાવ્યો હતો. જેનાથી કર્ણાટક સામેની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જે સોમવાર, 10 નવેમ્બરે કોલકાતામાં યોજાશે. એસોસિએશન સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સતત પ્રયાસો, સમર્પણ અને ટીમવર્કની પ્રશંસા કરે છે. સમગ્ર બીસીએ મેનેજમેન્ટ આગામી સેમિફાઇનલ મુકાબલા માટે ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. તમિલનાડુની ટીમ માંથી બેટિંગમાં મધુમિતા અંબુ 29(44) , વર્શિની જી 23(33) રન માર્યા હતા. જ્યારે બોલિંગમાં સોનિકા 3-10(4), મધુમિતા અંબુ 2-16(2.5), વિકેટ મેળવી હતી. બીજી તરફ બરોડાની ટીમે બેટિંગમાં આર્યા મહેતા 28(30), મૈત્રી મણિયાર 23(22), જ્યારે બોલિંગમાં આર્યા મહેતા 2-12(4),વિધિ પરમાર 2-14(4) વિકેટ મેળવી હતી. આમ બરોડાની ટીમે 14 રનથી જીત મેળવી સેમિફાઇનલમાં પહોંચ્યું હતું.