Vadodara

તાજીયા ઠંડા કરવા નિકળેલા જૂલૂસમા નિયમ કરતાં ઊંચા ડી.જે.સિસ્ટમથી સીસીટીવી કેમેરાને નુકસાન થતાં ગોરવા પોલીસે ફરિયાદ નોંધી

પોલીસે આયોજકો, ડી.જે.સંચાલક, ગાડી ચાલક સહિત ચાર ની અટકાયત કરી ડી.જે.સિસ્ટમ, અશોક લેલન કંટેઇનર સહિત કુલ રૂ 20,08,000નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

ગોરવા વિસ્તારના ગરાસિયા મહોલ્લાના આયોજકો દ્વારા ડી.જે.સિસ્ટમ મંગાવાયુ હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 08

ગત તા. 06 જૂલાઇને રવિવારે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગરાસિયા મહોલ્લાના તાજીયા ઠંડા કરવા માટે જૂલૂસ નિકળ્યું હતું જેમાં ડી.જે. મંગાવાયુ હતું તે નક્કી કરેલા નિયમ કરતાં કન્ટેઇનર સાથે વધુ ઉંચાઇ ધરાવતું હોય ગોરવા શાકમાર્કેટ પાસેના ડિવાઇડરના થાંભલા ઉપર ફીટ કરેલા સીસીટીવી કેમેરા ને નુકસાન થતાં સમગ્ર મામલે ગોરવા પોલીસે આયોજકો,ડી.જે.સંચાલક તથા કન્ટેઇનર ચાલક કમ માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી ડી.જે.સિસ્ટમ, કંટેઇનર સહિત કુલ રૂ.20,08,000નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરમાં દસ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં દસ દિવસ સુધી તાજીયા બેસાડવામાં આવ્યા બાદ ગત તા.06 જૂલાઇને રવિવારે તાજીયા ઠંડા કરવા જૂલૂસ નિકળ્યા હતા.ગોરવા વિસ્તારમાં ગોરવા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોરવાના ગરાસિયા મહોલ્લાના તાજીયા જૂલૂસ માં આયોજકો દ્વારા મંગાવવામાં આવેલ સરકાર સાઉન્ડ નામના ડી.જે. કન્ટેઇનર સહિત નિયમ કરતાં વધુ ઉંચાઇ ધરાવતું હોય તેનાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા ગોરવા શાકમાર્કેટ પાસે થાંભલા પરના સીસીટીવી કેમેરા ને નુકસાન થયું હતું જે અંગે ગુનો નોંધી ગોરવા પોલીસ દ્વારા આયોજકો તથા કન્ટેઇનર ચાલક,ડી.જે.સંચાલક સહિત ચારની અટકાયત કરી ડી.જે.સિસ્ટમ, અશોક લેલન કંટેઇનર નંબર પી.બી.06- એ એક્સ -3380 સહિત કુલ રૂ 20,08,000નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ , સરનામા

1.કિરપાલસિંગ નિર્મલસિંગ ચહલ -કંટેઇનર ચાલક રહે.બી-11 અલંકાર ટેનામેન્ટ,ટી.પી.13, છાણી

2.બકુલકુમાર ચીમનલાલ માછી -સરકાર ડી.જે.સાઉન્ડ ના સંચાલક, રહે.નવા ફળિયા, રાજપીપળા

3.કૈયુમ યુનુસભાઇ રાઠોડ -આયોજક, રહે.નહેરુનગર, ગોરવા

4.સાજીદભાઇ ઇબ્રાહિમભાઇ વાઘેલા -આયોજક રહે.ગરાસિયા મહોલ્લો,ગોરવા

Most Popular

To Top