Vadodara

તાંદલજા અને બિલ ગામે નશામાં કાર હંકારી લોકો ને અડફેટે લીધા

વડોદરા શહેરમાં નશામાં અકસ્માતોનો સિલસિલો યથાવત

દારૂ પીને વાહન ચલાવતા ચાલકની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી



વડોદરામાં શ્રેણીબદ્ધ અકસ્માતો થયા છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને શહેરમાં માર્ગ સલામતી અંગે ચિંતા થઈ રહી છે.

પહેલી ઘટનામાં ગત રોજ કારેલીબાગ વિસ્તારમાં કારચાલકે આઠ લોકો ને અડફેટે લીધા હતા જેમાં એક નું ઘટના સ્થળે મોત થયું હતું, ત્યારે રાત પડતાજ શહેરના ના બિલ કેનાલ રોડ પર બાબા માર્બલ પાસે એક નબીરાએ કાર બેફામ ચાલવી અકસ્માત સર્જ્યો હતો ત્યારે સ્થાનિકો એ તે પકડી પડ્યો હતો સ્થાનિકો નું કેહવુ છે તે નશા માં હતો અને અનેક જગ્યા એ કાર થી અકસ્માત સર્જી ભાગતા લોકો એ પકડી પાડયો હતો. જેમાં બેથી વધુ લોકો ઘાયલ થયા હતા.
રાત્રે થયેલ અકસ્માત ની ઘટના બાદ, નશામાં વાહન ચલાવનાર વાહનચાલકે બીજા વિસ્તારમાં અંધાધૂંધી મચાવી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી આક્રોશ ફેલાયો છે અને નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

ત્યારે બીજી એક ઘટનામાં, તાંદલજા વિસ્તારમાં બની હતી જેમાં એક નશામાં વાહન ચલાવનાર વાહનચાલકે અકસ્માત કર્યો હતો, આ કાર ચાલક ખૂબ નશામાં કાર ચલાવતો હતો અને લોકો એ તેની ગાડી રોકી ત્યારે ગાડી માં ડ્રાઇવર ના પગ પાસેજ બેલેન્ટાઇન ની ઇંગ્લિશ દારૂ ની બોટલ પણ જોવા મળી હતી.

દારૂ પીને વાહન ચલાવવાની વધતી ઘટનાઓને રોકવા અને જવાબદારો પર ત્વરિત પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે.
વડોદરા પોલીસે આ ઘટનાઓની તપાસ શરૂ કરી છે અને મુખ્ય ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

Most Popular

To Top