પ્રતિનિધિ વડોદરા તા.17
વડોદરાના તાંદલજાના વિસ્તારમાં આવેલા મહાબલીપુરમ ગેટ નંબર 2ના રોહાઉસના મકાનમાં પતિ દ્વારા પત્નીની ગળુ દબાવીને નિર્મમ રીતે હત્યા કરી હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. નાનીએ નવાસી બાબતે પુછતા પારધીએ પતિએ જણાવ્યુ હતું કે ‘તુમ્હારી નવાસી મિસબા મેરી છોટી લડકી કો મારતી થી, ઔર બાર બાર મેને ઉસકો મારને કો મના કીયા, તો મેરે કો બોલી કી તુમ કુછ કમાતે તો નહી હો તુમ્હારે મે કામ કરને કી ઔકાત નહી હૈ ઔર મુજે સલાહ દેતે હો એસા મુજે બોલકે, મેરી લડકી કો જ્યાદા મારને લગીથી તો મેરે કો ગુસ્સા આ ગયા ઓર મેને ઉસકા ગળા દબા કે ઉસકો માર ડાલા, અભી મહાબલીપુરમ વાલે ભાડે કે મકાન મે પડી’ તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરીને લાશનું પીએમ કરાવવા માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા મહાબલીપુર ગેટ નંબર-2માં મિસબા ઉર્ફે આરજુ તેમના પતિ સાથે તેમના પતી કાસીમ શબ્બીર શેખ તથા તેમની 6 દીકરીઓ સાથે રહેતા હતા. દરમિયાન 16 નવેમ્બરના રોજ રાત્રીના સમયે મિસબા ઉર્ફે આરજુને તેમના પતિ કાશીમ શબ્બીર શેખે ભાડાના મકાનમાં ગળુ દબાવીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જેની જાણ જે પી રોડ પોલીસનેથતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને હત્યાર મૃતક મહિલાના પતિને જે પી રોડ પોલીસ સ્ટેશનમાં લઇ ગયાં હતા.
પોલીસ અજબડી મિલ પાસે રહેતા શબ્બીરહુશેન અબ્દુલકરીમ બશીરઅહેમદ દિવાનના મોડ઼ી રાત્રીના બાર વાગ્યાના અરસામાં ગઇ હતી અને મિસબાને ઓળખો છે તેમ પુછતા તેઓ તેમની નવાસી થાય છે તેમ કહેતા પતિ અને પત્નીને જે.પી.રોડ પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતુ. જેથી શબ્બીર હુસેન તથા પત્નિ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે તેમની નવાસીના પતિ કાશીમ શબ્બીર શેખ ત્યાં હાજર હતો.
શબ્બીર હુસેનની પત્નીએ નવાસી મિસબા ઉર્ફે આરજુ બાબતે તેના પતિને પુછતા કાશીમ શેખે તુમ્હારી નવાસી મિસબા મેરી છોટી લડકી કો મારતી થી, ઔર બાર બાર મેને ઉસકો મારને કો મના કીયા, તો મેરે કો બોલી કી તુમ કુછ કમાતે તો નહી હો તુમ્હારે મે કામ કરને કી ઔકાત નહી હૈ ઔર મુજે સલાહ દેતે હો એસા મુજે બોલકે, મેરી લડકી કો જ્યાદા મારને લગી થી તો મેરે કો ગુસ્સા આ ગયા ઓર મેને ઉસકા ગળા દબા કે ઉસકો માર ડાલા, અભી મહાબલીપુરમ વાલે ભાડે કે મકાન મે પડી હૈ તેમ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીની સામે બેખૌફ રીતે જણાવ્યુ હતુ. જેથી પોલીસ સ્ટેશન બંનેને તેમની નવાસી ભાડાના મકાનમાં રહેતા હોય ત્યા લઈ ગયા હતા. ત્યારે મહાબલીપુરમ ગેટ નંબર 2માં રોહાઉસના મકાનમાં બેડની બાજુમા ભોયતળીયા પર તેમની નવાસી છતી હાલતમાં પડેલી હતી.
પોલીસે 108 એમબ્યુલન્સ બોલાવતા ડોક્ટર તાત્કાલિક દોડી આવ્યાં હતા અને મહિલાને ચેક કરતા તેને મરણ જાહેર કરી હતી. જેપી રોડ પોલીસે પોલીસ પત્નીના હત્યાર કાશીમ શેખની ધરપકડ કરીને લાશનું પીએમ કરાવવા માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.