Business

તાંદલજાની નૂરાની પાર્ક સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યાથી રહીશો ત્રાહીમામ,

મહિલાઓએ વડીવાડી ટાંકીની કચેરી પર કર્યો હલ્લાબોલ

છેલ્લા છ મહિનાથી ગંદા અને દુષિત પાણીની સમસ્યાથી પરેશાન રહીશો, તંત્ર સામે રોષ, માટલાં ફોડી તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની માંગ

તાંદલજા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પીવાના પાણીમાં ગંદું અને દુષિત પાણી આવી રહ્યું છે, જેને કારણે લોકો તકલીફમાં છે.

મહિલાઓ અને સ્થાનિકોએ અનેક વખત મહાનગરપાલિકા અને વોર્ડ કચેરીમાં ફરિયાદ કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
ગુસ્સે થયેલા લોકોએ વડીવાડી ટાંકી પર જઈને વિરોધ નોંધાવ્યો અને માટલાં ફોડી પોતાની વ્યથા વ્યક્ત કરી. જ્યારે તાંદલજા ના રહીશો વળી વાળી કચેરીએ પહોંચ્યા ત્યારે અધિકારીઓ ઓફિસને તાળો મારી જતા રહ્યા હતા જેથી સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો હતો અને કચેરી ખોલી કચેરીમાં ગંદા પાણીનો છંટકાવ કરી માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો .

સ્થાનિકોનું કહેવું છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે, જેના કારણે આરોગ્યની પણ ચિંતા વધી છે. ઘણા લોકો ટેન્કર પરથી પાણી લેવા મજબૂર બન્યા છે.

સ્થાનિક મહિલાઓએ માગ કરી છે કે તંત્ર તરત જ શુદ્ધ અને પૂરતું પાણી પૂરું પાડે અને સમસ્યાનું સ્થાયી નિરાકરણ લાવે.
તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

“છેલ્લા છ મહિનાથી પીવાનું પાણી મળતું નથી, તંત્ર જાગે અને અમારી સમસ્યા ઉકેલે એવી અમારી માંગ છે.”
તાંદલજા વિસ્તારની નૂરાની પાર્ક સહિત આસપાસની સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે અને તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠી છે.

Most Popular

To Top