આગામી રામનવમી અને રમઝાન ઇદને ધ્યાનમાં રાખીને રાવપુરા તેમજ નવાપુરા વિસ્તારના શાતિ સમિતીના સભ્યો સાથે ડીસીપી ઝોન -2 દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

આગામી તા. 06 એપ્રિલના રોજ રામનવમી અને રમઝાન ઈદ્દના તહેવાર ને લઇને શહેરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે તે આયોજનના ભાગરૂપે આજરોજ “ઝોન-2 ડી.સી.પી. અભય સોની ની અધ્યક્ષતામાં શહેરના નવાપુરા તથા રાવપુરા વિસ્તારના આગેવાનો સાથે “શાંતિ સમિતિ મીટિંગ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતાં અને આવનાર તહેવાર ખૂબ શાંતિથી પૂર્ણ થાય તે બાબતે ઝોન-2 અભય સોની દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં આગેવાનોએ પણ શાંતિથી તહેવાર પૂર્ણ થાય તે બાબતે સહકાર આપવા ખાત્રી આપી હતી. આશરે 50 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડીસીપી ઝોન -2 અભય સોનીએ લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ પ્રકારના ફેક મેસેજથી બચવું અને પોલીસનું ધ્યાન દોરવું. ફેક મેસેજ ના પોતે કરવા ના ફેલાવવા તથા આ બાબતે દરેક સંગઠનો તથા તેમના આગેવાનો પણ ખાસ ધ્યાન આપે તેમ જણાવાયું હતું.
