અઢીથી ત્રણ લાખની વસ્તીને પાણી આપો: સ્થાનિક કાઉન્સિલર
મહીસાગર ફ્રેન્ચવેલ ખાતે પાણીની ફીડર લાઇનમાં કામગીરીના કારણે ત્રણ લાખ લોકોને ઓછા પ્રેશરથી અને પૂરતું પાણી નહીં મળતા કોંગ્રેસના કોર્પોરેટરે તંત્રની કામગીરી લઈને રોષ વ્યક્ત કર્યો હતો.
મહીસાગર ખાતેથી પાણી મેળવી વડોદરા શહેરમાં વિતરણ કરવા માટે રાયકા ધોળકા ખાતે ફ્રેન્ચ વેલ ખાતે હાલ કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાની માહિતી સ્થાનિક નગર સેવકને મળી છે. પરંતુ તે પહેલા જ પાણી કાપના કારણે ત્રણ લાખ લોકોને ઓછા પ્રેશરથી અપૂરતું પાણી મળી રહેવાનું હોવાથી આજે તંત્ર સામે રોષ વ્યકત કરતા કોંગ્રેસી કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે જેલ ટાંકી લાલબાગ ટાંકીથી વિતરણ થતાં સાત ઝોન વિસ્તારમાં પાણીની તંગી અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં પણ કામ થયું નથી. તહેવારોના દરમિયાન નાગરિકોને પાણી પૂરતું ન મળતા નાગરિકોના ફોન અને ફરિયાદો આવી રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી વહેલી તકે કામ પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.
તહેવારોમા પૂરતું પાણી નહિ મળતા નાગરિકોમાં રોષ
By
Posted on