Vadodara

તહેવારોના સમયમાં જ રાત્રિ બજારનો સમય ઘટાડવામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકા અને પોલીસે પોતાની જવાબદારીથી મોડું ફેરવ્યું



વડોદરા શહેરના કારેલી બાગના રાત્રિ બજાર માં બુધવારે રાત્રિના સામાજિક તત્વો દ્વારા તોડફોડ અને લૂંટનો બનાવ બન્યો હતો. જેના કારણે રાત્રી બજારમાં અફરાતફરી થઈ હતી. વડોદરા પોલીસે ગણતરીના કલાકમાં તોડફોડ કરી લૂંટ મચાવનાર અપરાધીઓને પકડી લીધા હતા. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. ત્યારે તહેવારમાં જ્યાં કોર્પોરેશનની જગ્યામાં રાત્રી બજાર બનાવાયુ છે. એ રાત્રિ બજારમાં ખાણીપીણીના સ્ટોલ છે. કોર્પોરેશનની જવાબદારીમાં આ જગ્યામાં હોટલો અને ખાણીપીણીની રેસ્ટોરન્ટો પાસેથી ભાડું લેવાય છે. તેની અવેજમાં કોર્પોરેશન દ્વારા એક પણ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો નથી. ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રાત્રિના સમયે જમવા ચા નાસ્તો કરવા આવતા હોય છે. ત્યારે તહેવારના ટાઈમમાં રાત્રિ બજાર નો સમય 1:00 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. એક વાગે રાત્રિ બજાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવા વેપારીઓને જણાવવામાં આવ્યું છે. બુધવારે રાત્રિના બનેલા બનાવ સંદર્ભે પોલીસ કમિશનર દ્વારા વેપારીઓ જોડે એક મીટીંગ કરવામાં આવી હતી અને તેમાં એવું કહેવામાં આવ્યું કે રાત્રિ બજાર થોડાક સમય માટે વહેલું બંધ કરી દેવા વિનંતી છે અને વેપારીઓએ પણ તેઓને સહકાર આપવા જણાવ્યું હતું. પરંતુ મુદ્દાની વાત એ છે કોર્પોરેશને પોતાની જગ્યામાં સિક્યુરિટી ગાર્ડ કેમ નથી મૂક્યા અને આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય ત્યારે રાત્રિ બજાર જેનું નામ છે એ રાત્રે વહેલું જ બંધ કરી દેવાનું આવું કેવી રીતના હોઈ શકે. પરંતુ પોલીસે પણ પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લીધું હોય તેમ વેપારીઓને સહકાર આપવા અને એક વાગ્યે હોટલ બંધ કરી દેવા જણાવ્યું હતું. પહેલી વખત આવી કોઈ ઘટના નથી બની કે કોઈ અસામાજિક તત્વોએ ત્યાં ઝઘડો કર્યો હોય અને મારા મારી કરી હોય. આવું અનેક વખત બની ચૂક્યું છે. રાત્રી બજારમાં તે છતાં પોલીસ પોઇન્ટ મૂકવાની જગ્યાએ પોલીસે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે વેપારીઓને રાત્રિ બજાર વહેલું બંધ કરવા જણાવ્યું. તહેવારનો ટાઈમ છે લોકો રાત્રિ બજારમાં રાત્રે ચા નાસ્તો કે જમવા માટે આવતા હોય તો એ લોકો ને પણ તહેવારોમાં રાત્રી બજાર હવે એક વાગ્યે બંધ મળશે. પોલીસે પોતાની જવાબદારી સમજી રાત્રી બજાર પાસે એક પોલીસ પોઇન્ટ મૂકી દીધો હોય તો અસામાજિક તત્વો આવી જ ના શકે અને તોડફોડ પણ ન થાય. પણ પોતાની જવાબદારીને ભૂલીને વડોદરા ના નગરજનોને રાત્રે હળવું ફરવું કે ખાવું હવે મુશ્કેલ બનશે.

Most Popular

To Top