- મોડી રાતે દોઢ વાગે ધડાકો થતાં નિંદ્રાધીન લોકો જાગી ગયા
- બિલ્ડર દ્વારા કરાયેલા બાંધકામ સામે સવાલ
વડોદરાના તરસાલી સુસેન રિંગ રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષની છત અચાનક ધારાસભ્ય થઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.તરસાલી સુસેન રોડ પર આવેલ ઉનડદીપ કોમ્પ્લેક્સના છતનો સ્લેબ ગત મોડી રાતે ધરાશાયી થઈ ગયો હતો રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ અચાનક આ સ્લેબ પડતા નજીકમાં સૂઈ રહેલા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો લોકો ભયભીત થઈ અચાનક ઊભા થઈ ગયા હતા રાત્રિના સમયે આ ઘટના ઘટવાના કારણે કોઈ નોંધાઈ નથી.ઉનડદીપ કોમ્પલેક્ષ અંદાજીત 20 વર્ષ પહેલા બનેલું છે. અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે અને નીચેના ભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો આવેલી છે. જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે. ઉનડદીપ કોમ્પલેક્ષના A- ટાવરમાં ફ્લેટ ધરાવતો લોકો ઘોર નિંદ્રામાં હતા. દરમિયાન ધડાકાભેર સ્લેબ પડ્યો હતો. લોકો ઊંઘમાંથી ઉઠી બહાર દોડી આવ્યા હતા. અને બાંધકામ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા