Vadodara

તરસાલી બ્રિજ નજીક રિક્ષા પલટી જતાં ડ્રાઇવરને એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો

(પ્રતિનિધિ) વડોદરા તા. 23

શહેરના તરસાલી બ્રિજ નજીક બાઇકને ઓવરટેક કરવા જતાં ઓટોરિક્ષા પલટી ખાઇ જતાં રિક્ષા ચાલક ડ્રાઇવરને ઇજા થતાં તેને એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ જશોદા કોલોની ખાતે રહેતા સાગર ઠાકુર (ઉ.વ.27) રિક્ષા ડ્રાઇવીંગ કરે છે ગત તા. 22-10-2024 ના રોજ સવા આઠની આસપાસ તરસાલી બ્રિજ નજીક રોંગસાઇડ તરફ જતાં આવેલી સિધ્ધેશ્વર હાઇટ્સ નજીક આગળ જતી બાઇકને ઓવરટેક કરવા જતાં રીક્ષાનુ પાછળનું ટાયર ડિવાઇડર પર ચઢી જતાં ઓટોરિક્ષા પલટી ગ ઇ હતી જેના કારણે સાગર ઠાકુરને માથામાં તથા જમણા કાનમાં અને દાઢીના ભાગે ઇજાઓ પહોંચી હતી સાથે જ ઓટોરિક્ષા ને પણ થોડું નુકસાન થયું હતું. અકસ્માતે બનેલ ઘટનાને પગલે લોકોએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં રિક્ષા ચાલકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યુ છે.

Most Popular

To Top