વડોદરા શહેરમાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. છાશવારે વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર પગલા નહીં ભરવામાં આવતા આજે પણ પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. બુધવારે રાત્રે 10:45 વાગ્યાના અરસામાં તરસાલી બસ સ્ટેન્ડ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. અત્રે મહત્વની બાબત એ છે કે, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકડાટ છે. નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, તેવામાં પીવાના પાણીની લાઈનોમાં લીકેજને કારણે ચોખ્ખા પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે.
તરસાલી બસ સ્ટેન્ડ પાસે લાઈનમાં ભંગાણ, પાણીનો થયો વેડફાટ
By
Posted on