
ગરમીનો પ્રકોપ વધવા માંડ્યો છે.ત્યારે,આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે.ખાસ કરીને વાહનોમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે,શનિવારે શહેર નજીક તરસાલી હાઈવે પર ડમ્પરમાં આગ લાગી હતી.તરસાલી હાઈવે પરથી પસાર થઈ રહેલા ડમ્પરની ડીઝલ ટેન્ક લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. સમય સુચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

