બે કંટેઇનર ટ્રક અમદાવાદથી માલ ભરી સેલવાસ તથા વાડા મહારાષ્ટ્ર જવા નિકળ્યા હતા
(પ્રતિનિધિ) વડોદરા તા. 02
ગત તા.25જાન્યુઆરીએ અમદાવાદ થી બે કંટેઇનર ટ્રક માલસામાન ભરીને સેલવાસ તથા વાડા મહારાષ્ટ્ર જવા નીકળી હતી પરંતુ સમયસર માલની ડિલિવરી ન પહોંચતા તપાસ કરતાં બંને ટ્રક નેશનલ હાઇવે નંબર ઉપર આવેલા મહાદેવ હોટલના કંપાઉન્ડ માં મળી આવી હતી. જેમાં એક ટ્રકના ચાર ટાયર તથા બંને ટ્રકોમાંથી કુલ 500લિટર ડીઝલ મળીને કુલ રૂ 2,00,400ના મતાની ચોરી કરી બે ડ્રાઇવર ભાગી ગયા હોવાની ફરિયાદના આધારે કપૂરાઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી રાજદીપ એપાર્ટમેન્ટમાં મકાન નં.બી-16મા ધર્મેન્દ્ર કુમાર શ્યામઆશ્રય પાઠક પરિવાર સાથે રહે છે અને ગર્ગ લોજિસ્ટીક ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરને ત્યાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તા. 25 જાન્યુઆરી,2025ના રોજ દસ ટાયરની બે ટ્રકો જેમાં એચ. આર-67-ઇ-0611 જેના ડ્રાઇવર અમરૂ રામજીમલ (રહે રાજસ્થાન ધોલપુર થાણા,નીભઇ) તથા ટ્રક રજીસ્ટ્રેશન નંબર એચ.આર.-67-ડી-4886જેના ડ્રાઇવર ધર્મજીત મહેન્દ્ર સિંગ (રહે.રાજસ્થાન,ધોલપુર,બઇ નદંગ) છેલ્લા એક મહિનાથી નોકરી કરતા હતા. તેઓ ગત તા.25 જાન્યુઆરીના રોજ સવારે અમદાવાદથી માલ ભરી સેલવાસ તથા વાડા મહારાષ્ટ્ર જવા માટે રવાના થયા હતા પરંતુ માલની ડિલિવરી સમયસર ન પહોંચતા જીપીએસ સિસ્ટમ થી તપાસ હાથ ધરતાં આ બંને ટ્રક નેશનલ હાઇવે નંબર 48 પર તરસાલી ચોકડી નજીક મહાદેવ હોટલના કંપાઉન્ડમા બંને ટ્રક પાર્કિગમાં મળી આવી હતી. જેમાં તપાસ કરતાં ટ્રક રજીસ્ટ્રેશન નંબર એચ -67-ઇ-0611ના પાછળના ચાર ટાયરો જેની આશરે કિંમત રૂ 1,00,400 તથા લોખંડની રીમ જેની આશરે કિંમત રૂ 40,000સહિત જણાયા ન હતા તથા બંને ટ્રકોમાંથી 250-250લિટર ડીઝલ મળીને કુલ 500લિટર ડીઝલ જેની આશરે કિંમત રૂ 60,000 ની મળીને કુલ રૂ 2,00,400 ના મુદામાલ સાથે બંને ડ્રાઇવરો જણાયા ન હતા. જેથી તપાસ કરતાં પંક્ચર બનાવતા નાયરે બંને ટ્રકના ડ્રાઇવરોએ પંક્ચર બનાવવા ચાર ટાયરો ખોલાવી ટેમ્પોમાં ભરીને લઇ ગયા બાદ પરત આવ્યા ન હોવાનું જણાવતા બંને ડ્રાઇવરો વિરુદ્ધ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
