Vadodara

તરસાલી આઈટીઆઈ પાસે હિટ એન્ડ રન: પેટ ડોગ સાથે ફરવા નીકળેલા યુવકને મોપેડની ટક્કર, ચાલક ફરાર

ટક્કર બાદ મોપેડ સ્થળ પર મૂકી ભાગી ગયો અજાણ્યો ચાલક
ઈજાગ્રસ્ત યુવકને ૧૦૮ દ્વારા સારવાર, પોલીસ તપાસ શરૂ

વડોદરા, તા. ૨૯
વડોદરાના તરસાલી વિસ્તારમાં આઈટીઆઈ નજીક પેટ ડોગ સાથે ફરવા નીકળેલા યુવકને અજાણ્યા મોપેડ ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ચાલક પોતાનું મોપેડ સ્થળ પર જ મૂકી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ યુવક પોતાનું પાલતુ શ્વાન લઈને રસ્તા પર ચાલવા નીકળ્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા મોપેડ ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે યુવક જમીન પર ફંગોળાઈ પડતા તેમને ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત યુવકને સ્થળ પર જ પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પરથી મળેલ મોપેડ કબજે લઈને ફરાર થયેલા ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top