વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાલિકા દ્વારા છ વર્ષ પછી પણ 18 મીટરનો રોડ નહીં બનાવતા ફ્લેટ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારોની બિલ્ડરો સાથે સાઠ ગાંઠને કારણે તરસાલીનો વિકાસ રૂંધાયો છે.
તરસાલી વિસ્તારમાં પાલિકાના પૂર્વ મેયર તેમજ સ્થાનિક કાઉન્સિલરો દ્વારા આમ્રપાલી ડુપ્લેક્સ, સિદ્ધિ ફ્લેટ, શ્રી હરિ રેસીડેન્સી પ્રથમ પેરેડાઇઝ, તુષ્ટિ ડુપ્લેક્સ જેવી અનેક સોસાયટી અને ફલેટનાના રહીશો સાથે 18 મીટરના રોડ બાબતે મીટીંગ કરવામાં આવી હતી અને વહેલી તકે રોડ બની જશે એવી ખાતરી આપી હતી. પરંતુ છ વર્ષ પછી પણ રોડ નહિ બનતા ફ્લેટ ધારકોને મુખ્ય રોડ પર નીકળવા માટે અઘરું પડી રહ્યું છે. આ મુખ્ય રોડ સાંકડો હોવાથી અકસ્માતનો ડર તમામને સતાવી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રિના સોસાયટી અને ફ્લેટના રહીશો એકત્રિત થયા હતા અને રોડ બાબતે આવતીકાલે પાલિકામાં રજૂઆત કરવા નક્કી કરવામાં આવ્યું હતું.
રહીશોના જણાવ્યા મુજબ કોર્પોરેશનમાં તપાસ કરવાથી જાણવા મળ્યું કે 18 મીટર નો રોડ બીજી તરફ વાળી દેવામાં આવ્યો છે અને બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે આ કામ કરવામાં આવ્યું છે.
સ્થાનિક :-
વડોદરામાં બાકી એરિયા અને કમ્પેરીઝનમાં તરસાલીને જોવામાં આવો તો તરસાલી વિસ્તાર પછાત વિસ્તાર ગણવામાં આવતો હોય એમ લાગી રહ્યું છે આજે આજવા રોડ વાઘોડિયા રોડ માં વિકાસ થયો છે જ્યાં આગળ ભાઈલી દલાલી ત્યાં આગળ છોડ બની ગયા છે સેવાસી રોડ બની ગયા છે અને તરસાલીમાં આટલી પબ્લિક છે સો ટકા હિન્દુઓની વસ્તી છે ત્યારે તરસાલીના રહેવાસીઓ માટે આવી તકલીફો રોડ વગરની મૂકી રાખવામાં આવી છે અને આ પહેલા પણ કાઉન્સિલરોને કહ્યું છે પરંતુ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી.
મુખ્ય 18 મીટરના રોડ જ્યાં પડવાનો હતો તે જગ્યાએ ટીપી પડી ગઈ હોવા છતાં ત્યાં સિમેન્ટનો એક સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યું છે. પાલિકા દ્વારા એક મોટી દિવાલ જેવું પણ બનાવી દેવામાં આવ્યું છે જેનાથી સ્થાનિકોએ બહુ આ સાંકડા રોડનો ઉપયોગ કરવો પડે છે. સ્થાનિકોએ જણાવ્યું કે જ્યારે અમે અહીંયા આગળ રહેવા આવ્યા ત્યારે વખતે કહેવાયું હતું કે સમય આવશે તે પ્રમાણે 18 મીટરનો રોડ પડવાનો છે. નકશામાં પણ 18 મીટર નો રોડ જ છે છતાં મિલી ભગતથી અમારા અવર જવરનો મુખ્ય માર્ગ બદલી નાખવામાં આવ્યો છે.
અન્ય એક સ્થાનિક રહીશે જણાવ્યું કે બિલ્ડરે અહીંયા આગળ ફ્લેટ બનાવ્યા છે અને અમે રહેવા આવ્યા છે એ જ બિલ્ડરને આજ વિસ્તારમાં એક કિલોમીટર દૂર નવી સાઇટ બનાવી રહ્યો હોય ત્યાં રોડ ની સુવિધા પાલિકાના અત્યાર થી રોડ કરી આપ્યો છે.
અહીંના રોડ એટલા નાના છે કે એક ગાડી આવે તો સામસામે ટ્રાફિકજામ થઈ જાય એટલા સાંકડા રોડ પર અકસ્માત નો ભય રહે છે. અમે તમામ લોકોએ ભેગા થઈ નક્કી કર્યું છે ગાંધીજીના માર્ગે આંદોલન કરશું અને જો તેમ કરવા છતાં પણ અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવેદન આપી આંદોલન મોટું કરીશું.