Vadodara

તરંગ સમિટમાં ક્ષેત્રના ભવિષ્ય અને તેની દિશા અંગે ચર્ચા કરવામાં આવી

આર્ચ ફાઉન્ડેશન દ્વારા સન સિટી ખાતે તરંગ CSR સમિટ 2025નું આયોજન કરાયું

ભારતના CSR બિલનો ડ્રાફ્ટ રચનાર અને ભારતમાં CSRના પિતા ગણાતા ડૉ.ભાસ્કર ચેટર્જી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા

CSRમાં ટેકનોલોજીકલ પાસું ઉમેરાય તે હવેના સમયની તાતી જરૂરિયાત : નિષ્ણાતો


વડોદરાના આર્ચ ફાઉન્ડેશન દ્વારા આજે તા.૨૧ માર્ચના રોજ સનસિટી ક્લબ & રિસોર્ટ ખાતે તરંગ – CSR સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા CSR ક્ષેત્રના ભવિષ્ય અને તેની દિશા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સમિટમાં Microsoft, Voltamp, UPL Industries, TELUS Digital, CMS Foundation, Supack Industries, Prakash Chemicals, Normi Research Foundation જેવી જાણીતી કંપનીઓના CSR નેતાઓએ ભાગ લીધો હતો. સમિટમાં ગુજરાત સિવાયથી પણ મુંબઈ , બેંગલોર સહિતના શહેરોમાંથી વિશાળ સ્તરે CSR એક્સપર્ટ્સ હાજર રહ્યાં હતાં.


આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર નિશાંત શાહ અને CEO સોનકી શાહ એ જણાવ્યું હતું કે, સમિટમાં AI આધારિત વર્કફોર્સ ડેવલપમેન્ટ, ગ્રીન CSR સ્ટ્રેટેજી અને ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) સાથે સંકળાયેલા વિષયો પર ઉદ્યોગોના દ્રષ્ટિકોણને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. હવેનો સમય આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે. ત્યારે CSR જગતમાં પણ AIનો ઉપયોગ થાય તે જરૂરી છે.
આ સમિટમાં ભારતમાં CSR ના પિતા ગણાતા ભાસ્કર ચેટર્જી, જે IICA ના પૂર્વ ડાયરેક્ટર જનરલ અને CEO મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.જેઓ ભારતના CSR ફ્રેમવર્ક અને કાયદા ઘડતર માટે તેમના અમૂલ્ય યોગદાન માટે જાણીતા છે.


સમિટમાં ૨૦૦થી વધુ કોર્પોરેટ જગતના ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ તેમજ અન્ય CSR જગતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top