તપન પરમારના ચકચારી હત્યા કેસમાં આજે પોલીસે આરોપીઓનાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા..
કોર્ટ સંકુલમાં સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને લાવવામાં આવ્યા હતા.
દસ દિવસના રિમાન્ડ ની માંગણી વચ્ચે કોર્ટે તા. 22નવેમ્બર સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે..
રવિવારે મોડીરાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા નાગરવાડા મહેતા વાડી ખાતે યુવકોના ઝઘડામાં બે જણ પર બાબર પઠાણ તથા તેના સાગરિતોએ હૂમલો કરતાં ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા
જ્યાં પૂર્વ નગરસેવક રમેશચંદ્ર પરમાર ઉર્ફે રાજાભાઇ તથા તેમનો પુત્ર પણ ઇજાગ્રસ્ત યુવકોની સેવા માટે ગયા હતા જ્યાંથી રમેશભાઈ પરત ઘરે આવ્યા હતા પરંતુ તપન પરમાર ચ્હા લેવા કેન્ટિનમા ગયો તે દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલના કેન્ટિન તથા ન્યૂ સર્જીકલ વોર્ડ વચ્ચે માથાભારે બાબર પઠાણે તેના મળતિયાઓની ઉશ્કેરણીથી તપન પર ઉપરાછાપરી ચાર થી પાંચ ઘા તિક્ષણ હથિયાર થી કર્યા હતા જેથી તપન થોડેક દૂર જ ઇ ફસડાઈ પડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.આ સમગ્ર બનાવમાં પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી જેમાં હથિયાર કબજે કરવાનું બાકી હોય તથા અન્ય સાગરીતોની સંડોવણી તથા તેઓની ધરપકડ કરવાના મુદ્દા અંગે રિમાન્ડ ની માંગણી કરી હતી જેથી નામદાર કોર્ટ દ્વારા તા.22મી નવેમ્બર સવારે 11વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમાં મુખ્ય આરોપી બાબર પઠાણ,શકીલહૂસૈન શેખ,એજાજ હૂસૈન શેખ, અને શબનમ મન્સુરીને કોર્ટમાં સઘન પોલીસ જાપ્તા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા