Vadodara

તપન પરમાર હત્યા કેસનો આરોપી આસિફખાન પઠાણ રિમાન્ડ પૂરા થતા જેલ ભેગો

પ્રતિનિધિ વડોદરા તા.30

પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં નવ આરોપીની ધરપકડ કરીને જેલના હવાલે કરી દેવાયા હતા. જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીએ પોલીસને પૂછપરછ દરમિયાન સહકાર આપતો ન હોય જેથી રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમા રજૂ કરીને વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે તેના ભાઇએ આરોપીના સંતાડેલા કપડા બતાવ્યા હતા. જે પોલીસે કબજે કર્યા હતા. રિમાન્ડ પૂરા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમાર 18 નવેમ્બરના રોજ એસએસજી હોસ્પિટલમાં પોતાના ઇજાગ્રસ્ત મિત્રોને જોવા માટે ગયો હતો. તે દરમિયાન તાત્કાલિક વિભાગની પાસે કેન્ટિન પાસે બાબર ખાન પઠાણ સહિતના સાગરીતિઓએ ભેગા મળીને તપન પરમારને માર માર્યા બાદ બાબર હબીબખાન પઠાણે ચાકુના ઉપરાછાપરી ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા મુખ્ય આરોપી સહિતના નવ જેટલા આરોપીઓની ધરપકડ કરીને સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. એક આરોપી આસીફખાન કરીમખાન પઠાણ નાસતો ફરતો હતો. દરમિયાન રાવપુરા પોલીસે સીસીટીવી ફુટેજ, ટેકનિકલ તથા હ્યમન સોર્સિસના આધારે આસીફખાન પઠાણની ધરપકડ કરી હતી. 29 નવેમ્બર આરોપીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમા રજૂ કરીને પોલીસે તેના 10 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે માત્ર એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. આસિફખાન પઠાણ પોલીસને રિમાન્ડની પુછપરછ દરમિયાન સહકાર આપતો નથી. જેથી પોલીસ દ્વારા આરોપીને ફરી કોર્ટમાં રજૂ વધુ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને ફરી કોર્ટમાં રજૂ કોર્ટ આસિફખાન પઠાણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આવ્યો છે.

Most Popular

To Top