Vadodara

તપન પરમાર હત્યા કેસનો આરોપી પોલીસને સહકાર ન આપતા વધુ એક દિ‘ના રિમાન્ડ પર

પ્રતિનિધિ વડોદરા તા.30

પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં નવ આરોપીની ધરપકડ કરીને જેલના હવાલે કરાયા હતા. જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી પોલીઅને પૂછપરછ દરમિયાન સહકાર આપતો ન હોય જેથી રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમા રજૂ કરીને તેના વધુ પાંચ દિવસના રિમાન્ડની પોલીસ દ્વારા માગણી કરાઇ હતી ત્યારે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમાર 18 નવેમ્બરના રોજ એસએસજી હોસ્પિટલમાં પોતાના ઇજાગ્રસ્ત મિત્રોને જોવા માટે ગયો હતો. તે દરમિયાન તાત્કાલિક વિભાગની પાસે  કેન્ટિન પાસે બાબર ખાન પઠાણ સહિતના સાગરીતિઓએ ભેગા મળીને તપન પરમારને માર માર્યા બાદ બાબર હબીબખાન પઠાણે ચાકુના ઉપરાછાપરી ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા મુખ્ય આરોપી સહિતના નવ જેટલા આરોપીઓની ધરપકડ કરીને સેન્ટ્રલ જેલના સળિયા પાછલ ધકેલી દેવામાં આવ્યા હતા. એક આરોપી આસીફખાન કરીમખાન પઠાણ ભાગતો ફરતો હતો. દરમિયાન રાવપુરા પોલીસે સીસીટીવી ફુટેજ, ટેકનિકલ તથા હ્યમન સોર્સિસના આધારે આસીફખાન પઠાણની ધરપકડ કરી હતી. 29 નવેમ્બર આરોપીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમા રજૂ કરીને પોલીસે તેના 10 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે માત્ર એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. આસિફખાન પઠાણ પોલીસને રિમાન્ડની પુછપરછ દરમિયાન સહકાર આપતો નથી. જેથી પોલીસ દ્વારા આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે આરોપીને વધુ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Most Popular

To Top