રોષે ભરાયેલા VHP ના વિષ્ણુ પ્રજાપતિ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પણ આપી સલાહ
ગઈકાલે રાત્રે બંને કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર પર હુમલો થયો હતો અને તપન પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એ ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો પહોંચ્યા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના વિષ્ણુ પ્રજાપતિએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું આ હત્યા પોલીસની હાજરીમાં પોલીસના જાપતામાં આ હત્યા થઈ છે પોલીસના જાપતા હેઠળ હત્યા થઈ રહી છે પોલીસના જાપતા હેઠળ હથિયાર ક્યાંથી આવ્યા અને જો પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય તો પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી નથી એમ કહી શકાય જે પોલીસ ઘટના સ્થળે હતી એ તમામ પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ. જે આરોપી છે એ આરોપી અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અસામાજિક પ્રવૃત્તિ ત્યારે જ ચાલે જ્યારે પોલીસની નજર રહેમ હેઠળ હોય. આ દીવા જેવી સ્પષ્ટ વાત છે દારૂ અને જુગારના અડ્ડા બંધ થવા જોઈએ અને જો પોલીસ તાત્કાલિક ધોરણે આવા અડ્ડા બંધ નહીં કરે તો છેવટે હિન્દુ યુવાનો પોતાની જાતે અડ્ડા ઉપર પબ્લિક રેડ કરશે અને એની આગેવાની વ્યક્તિગત હું વિષ્ણુ પ્રજાપતિ લેવા તૈયાર છું.
બાબરી મસ્જિદ 500 વર્ષ પછી આપણને છૂટકારો મળ્યો છે તેવી રીતના જ આ બાબરને પણ હિન્દુ નું મકાન દબાવીને બેઠો છે. તો શ્યામ દામ દંડ ભેદ જે કંઈ કરવું પડે એ કરો પરંતુ આ બાબરે પચાવેલું મકાન માલિક પીડિત છે તેને ન્યાય આપવામાં આવે એવી મારી માગ છે.
સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગતરાત્રિ બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું એ કેસેટ છે કે જે કાયમ વાગ્યા કરે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ વર્ષોની પરંપરા છે રાજકીય પાર્ટી છે એટલે રાજકીય પાર્ટી તરીકે એમને સ્ટેટમેન્ટ આપવું પડે એમાં મારે બીજું કાંઈ કહેવું નથી પરંતુ હું વ્યક્તિગત રીતે એમને એવું કહેવા માગું છું તમે જૈન છો એટલે અહિંસા પરમો ધર્મ તમે માનતા હશો એટલે વ્યક્તિગત તમે જ્યારે ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તમે માનો પરંતુ જ્યારે તમે આખા રાજ્યનું શુકાન સંભાળતા હોય ત્યારે વીરતા પરમો ધર્મ અપનાવો પડે અને જો તમે વીરતા પરમો ધર્મ નહીં અપનાવો તો હિન્દુ સમાજ જાતે વીરતા પરમો ધર્મ અપનાવશે એમાં કોઈ બે મત નથી.