Vadodara

તંત્ર સામે વિરોધ જાહેર કરતા મહેસુલ કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી

મહેસુલ વિભાગની પડતર માંગણીઓ સરકાર ધ્યાને લેતી નથી


વડોદરા: વડોદરા જિલ્લાના મહેસુલ વિભાગના કર્મચારીઓની વર્ષોથી પડતર માંગણીઑ પર સરકાર તદ્દન બેપરવાહ બની રહેતા કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ધૃતરાષ્ટ્ર જેવી સરકારની નીતિની સામે પડેલા કર્મચારીઓએ સરકારની આંખ ખોલવા કાળી પટ્ટી ધારણ કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો.

જો કે કચેરીઓ મા ધમધમતા તમામ રોજિંદા કામકાજ વ્યક્ત કરાયેલા વિરોધ વચ્ચે પણ ચાલુ રાખતા નાગરિકોને બિલકુલ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના મહેસુલ કર્મચારીઓના મહામંડલ દ્વારા ગઈ તા. ૯મીએ રાજ્ય સરકાર વતી જિલ્લા કલેક્ટર કચેરીએ પડતર માંગણીઓ બાબતે ધ્યાન દોરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર તરફથી કોઈ જ સકારાત્મક કાર્યવાહી થઈ ન હતી. કે રાજ્ય સરકારના તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો ન હતો. પરિણામે આજે ૩ જિલ્લા મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓ સહિતના અધિકારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને કચેરીઓ મા કામકાજ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.


મહેસુલ ખાતાના કર્મચારીઓની કેટલીક માંગણીઓ એવી છે કે જેમાં સિનિયોરીટી, પડતર અરજીઓના ઝડપી નિકાલ સહિત સિન્યોરિટી તથા પ્રમોશન બાબતની માગણીઓ છેલ્લા ઘણા વર્ષોથી પડતર હોવાનું જિલ્લા મહેસુલ કર્મચારીઓનું કહેવું છે. આ અંગે ગઈ તા. ૯મીએ રાજ્ય સરકારનું ધ્યાન દોરવાના ઇરાદે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું પરંતુ આ બાબતે તંત્ર દ્વારા કોઇ પ્રક્રિયા કરવામાં આવી ન હતી. જેથી મહેસુલ ને. વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ રાજ્ય સરકારનું ધ્યાન દોરવાના ઇરાદે પડતર માંગણીઓ બાબતે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવી કચેરીઓ ની કામગીરી પણ ચાલુ રાખી હતી.

Most Popular

To Top