Vadodara

ડ્રેનેજ તથા વરસાદી ગટર બેસી જવાના બનાવમાં પાલિકા તંત્ર એકશનમા: પાંચ ઇજારદારોને કુલ ₹3 લાખનો દંડ…

શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદમાં ડ્રેનેજ તથા વરસાદી ગટર બેસી જવાના બનાવમાં પાલિકા તંત્ર એકશનમા: પાંચ ઇજારદારોને કુલ ₹3 લાખનો દંડ

ડ્રેનેજ પ્રોજેક્ટના ચાર ઇજારદારો તથા વરસાદી ગટર પ્રોજેક્ટના એક ઇજારદાર પાસેથી દંડ વસૂલાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વરસાદી ગટર પ્રોજેકટ, વરસાદી ડ્રેનેજ બનાવવાની કામગીરી મુખ્યત્વે હતી. જે કામગીરી માટે અલગ અલગ ઇજારદારોને કામનો ઇજારો આપવામાં આવ્યો હતો પરંતુ ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદમાં જ શહેરમાં ઘણાં સ્થળોએ વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં સાથે જ ડ્રેનેજની ચરી બેસી જતાં રાહદારીઓ, વાહનદારીઓ માટે જોખમી બન્યું હતું. જે અંગે ફરિયાદો મળતાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ સ્થળ તપાસ હાથ ધરી હતી અને તકલાદી કામગીરી, અધૂરી કામગીરી બાબતે જવાબદાર ઇજારદારો પાસેથી દંડ ની વસૂલાત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરમાં ડ્રેનેજ/ગટરની ચરી બેસી જવાના બનાવમાં વિવિધ કામગીરીના ઇજારદારોને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ડ્રેનેજની કામગીરીના પ્રોજેક્ટના ચાર અલગ અલગ ઇજારદારો પાસેથી કુલ રૂપિયા બે લાખનો દંડ પાલિકા તંત્ર દ્વારા વસૂલવામાં આવશે સાથે જ વરસાદી ગટરની કામગીરીના એક જ ઇજારદાર પાસેથી રૂપિયા એક લાખ મળી ગુરુવારે કુલ પાંચ ઇજારદારોને કુલ રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ડ્રેનેજ લાઇનની કામગીરીના ઇજારદારો. દંડની રકમ (₹)

1.મે.હિન્દુસ્તાન ફેબ્રીકેટર્સ -50,000

2.મે.પી.દાસ ઇન્ફ્રા. પ્રા.લિ. ₹ 50,000

3.મે.ડી.આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી. ₹50,000

4.મે. એચ.પી.ઝાલા. ₹50,000

વરસાદી ગટર પ્રોજેકટ

1.મે.ઓડેદરા કંસ્ટ્રક્શન. ₹50,000

2.મે.ઓડેદરા કંસ્ટ્રક્શન ₹ 50,000

કુલ દંડની રકમ ₹ 3,00,000

Most Popular

To Top