Vadodara

ડ્રેનેજના તૂટેલા જોખમી ઢાંકણ પર વડોદરા વિકાસ મંચે ભાજપનો ઝંડો રોપી વિકાસ બતાવ્યો

ભાજપની સતામા વડોદરાનો વિકાસ આંખે ઉડીને વળગી રહ્યો છે: વોર્ડ નં.13માં પોલોગ્રાઉન્ડ પાસે તેમજ નવજીવન સ્કૂલ પાસે દેરેનેજના ઢાંકણ તૂટેલી હાલતમાં


શહેરમાં પાલિકાની પ્રિમોન્સુનની કામગીરી અને વિકાસના ફૂગ્ગા હવે ફૂટી રહ્યાં છે


(પ્રતિનિધિ) વોર્ડ નં. 13


ગુજરાતમાં તથા વડોદરામાં છેલ્લા 27વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વડોદરા શહેરમાં પણ ભાજપનું શાસન છે. વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાની અને ભાજપના શાસનમાં વિકાસની મોટી મોટી વાતો કરતાં સતાધીશો, રાજકારણીઓએ આટલા વર્ષો બાદ પણ શહેરમાં ખરેખર શું વિકાસ કર્યો છે તે જોવા લાયક છે.શહેરમાં પાલિકા તંત્ર દ્વારા વિકાસ અને ચોમાસા પહેલાં પ્રિમોન્સુનની કામગીરીની વાતનો ફૂગ્ગો ફૂટી ગયો છે. વાત કરીએ તો શહેરના વોર્ડ નં.13 માં આવેલા પોલોગ્રાઉન્ડ પાસે રોડપર ડ્રેનેજનુ ઢાંકણ તથા નવજીવન સ્કૂલ પાસે ડ્રેનેજ ચેમ્બરનુ ઢાંકણ તૂટેલી હાલતમાં છે જ્યાં કોઇપણ વાહન, રાહદારીઓ કે પશુ માટે જોખમી પૂરવાર થઇ શકે તેમ છે આ મામલે વડોદરા વિકાસ મંચ તથા સ્થાનિક લોકોએ વોર્ડ કચેરીમાં જાણ કરવા છતાં તંત્ર જાણે કોઇ દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેમ જણાય છે સાથે જ નવજીવન સ્કૂલ પાસે સાથે સાથે અન્ય વિસ્તારોમાં પણ ડ્રેનેજના ઢાંકણ તૂટેલા છે જો વધુ વરસાદ વરસે અને પાણી ભરાઈ જાય અથવાતો રાત્રે ચોમાસામાં પાણી હોવાથી કોઇ અંદર પડે, શાળાનું બાળક પડી જાય કે કોઇ વાહનદારીઓ રાહદારીઓ માટે જોખમાઇ શકે તેવી પરિસ્થિતિમાં હોવા છતાં તંત્રને ધ્યાનમાં આવતું નથી વોર્ડ નં.13 ના કાઉન્સિલરો ને પોતાની ઓફિસો, ગાડીમાંથી બહાર આવી જોવાનો સમય નથી ત્યારે વડોદરા વિકાસ મંચ દ્વારા આજે અહીં ભાજપના ઝંડાને તૂટેલા ડ્રેનેજના ઢાંકણ પર રોપી ભાજપે કેવો વિકાસ કર્યો છે તે નમૂનો બતાવી લોકોને વિકાસની અને પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખોલી હતી સાથે સાથે સતાધીશો, સ્થાનિક ધારાસભ્યો, નગરસેવકો ને પાલિકાના અધિકારીઓને વિકાસના અંધકારમાંથી જગાડવા માટે રજૂઆત કરી હતી.

Most Popular

To Top