Vadodara

ડ્રાઇવરો મોબાઇલમાં વ્યસ્ત, ઊભરાતી ટેન્કરો, ગાજરાવાડી ટાંકી પર પાણીનો વેડફાટ


વાહ રે પાલિકા ગજબ તારી પાણીની કહાની… ક્યાંક પાણી નો વેડફાટ તો ક્યાંક પાણી ની તંગી



વડોદરા શહેરમાં એક તરફ પાણી માટે બૂમો પડી રહી છે અને બીજી તરફ ગાજરાવાળી પાણી ટાંકી પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે એક મહિલાએ ટેન્કર ડ્રાઇવરોની બેદરકારી લઈને આક્રોશ ઠાલવ્યો હતો

વડોદરાના નગરજનોને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી પૂરું પાડવા પાલિકાને ટેન્કરોને દોડાવવા પડી રહ્યા છે તે હકીકત છે. આ ટેન્કર રાજ વચ્ચે જે ટેન્કરો ટાંકી ખાતે પાણી ભરે છે ત્યાં ખૂબ જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગાજરાવાડી પાણીની ટાંકી પર પણ રોજ રોજ પુષ્કળ પાણીનો વેડફાટ થાય છે. આ અંગે વારંવાર સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે . છતાં પણ ટેન્કરના ડ્રાઇવરો તેના પર ધ્યાન આપતા નથી.
ત્યારે આ બાબતે સ્થાનિક મહિલા વિનુબેન ભગવાનદાસે પોતાનો રોષ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે ટેન્કરના ડ્રાઇવરો મોબાઇલ ફોનમાં વ્યસ્ત હોય છે અને ટેન્કર ભરાઈ જાય ત્યારે અને ટેન્કરમાંથી પાણી ઓવરલોડ પણ થઈ રોડ પર પ્રસરી જાય છે. જેના કારણે પાણીનો તો વેડફાટ થાય છે સાથે સાથે દ્વિચક્રી વાહનો પણ પાણીના કારણે કેટલીકવાર સ્લીપ થઈ જતા હોય છે અને વાહન ચાલકને ઈજા પણ પહોંચતી હોય છે. અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં ટેન્કરચાલકો પોતાની મનમાની કરે છે અને પીવાના પાણીનો વ્યય થાય છે, અમે કહીએ છીએ તો સાંભળતા નથી.

Most Popular

To Top