Vadodara

ડ્રગ લઈને મહિલાનો ભોગ લેનાર રક્ષિતને પોલીસે બચાવ કરવા મીડિયા સામે ખુલ્લો મુકી દીધો

આરોપીને મીડિયા સામે ખુલ્લેઆમ બચાવ કરવાની પોલીસ તક કેવી રીતે આપી શકે?

આરોપીની હજુ ઓળખ પરેડ નથી થઈ અને કોર્ટમાં રજૂ નથી કર્યો તે પહેલા પોલીસે તેને બચાવ કરવાની સગવડ કરી આપી

કારેલીબાગમાં અકસ્માત કરનાર રક્ષિત ચોરસિયાએ ડ્રગનો નશો કર્યો હતો એ પોલીસે કરાવેલા રેપિડ ટેસ્ટમાં સાબિત થઈ ચૂક્યું છે. આમ છતાં કસ્ટડીમાં રહેલા અને હજુ સુધી જેને કોર્ટ સમક્ષ પણ રજૂ નથી કરાયો કે ઓળખ પરેડ થઈ નથી તે આરોપીને પોલીસ જે રીતે મિડીયા સમક્ષ બચાવ કરવાની તક આપી રહી છે તે બાબત પોલીસની કામગીરી સામે શંકા ઊભી કરે છે.

કારેલીબાગમાં અકસ્માત કર્યા પછી આરોપી રક્ષિતે નિકિતા, અનોધર રાઉન્ડ એવા લવારા કર્યા હતા. એ સમયે આટલો મોટો અકસ્માત કર્યો હોવા છતાં તેના ચેહરા પર અફસોસની એક લકીર સુધ્ધા નહોતી. પોલીસના જ રેપિડ ટેસ્ટમાં સાબિત થઈ ગયું હતું કે બંને આરોપીએ ડ્રગ લીધું હતું. ડ્રગના નશામાં આ આરોપી સવારે 10.30 વાગ્યા સુધી ઘસઘસાટ ઊંઘતો રહ્યો હતો. ત્યારબાદ અચાનક આ આરોપીને પોલિસે શંકાસ્પદ રીતે મિડીયા સમક્ષ બચાવ કરવાની તક આપી હતી. એક પછી એક ઘણી બધી ચેનલને જાણે દૂધે ધોયેલો હોય તેમ રક્ષિતે બાઈટ આપી હતી. તેમાં એને ઑટોમેટિક કાર હોવાથી અને રસ્તા પર ખાડો હોવાથી અકસ્માત થયો એવી વાહિયાત વાતો કરી હતી.

આ આરોપીને હજુ કોર્ટ સમક્ષ રજૂ કરાયો નથી અને તેની ઓળખ પરેડ પણ નથી થઈ નથી તે પહેલા આ રીતે મિડીયા સમક્ષ મુકી દેવાયો તેને કાયદાના નિષ્ણાતો પોલીસનું ગેરકાનૂની કૃત્ય ગણાવી રહ્યા છે. પોલીસ સામે આ કૃત્ય બદલ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ થઈ શકે છે.

કયા કાયદાનો અહીં ભંગ થયો

Most Popular

To Top