વિજયભાઈ એ પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી સાથેના તેઓના ત્રીસ વર્ષ થી વધુ સમય ના સંબંધોના સંસ્મરણો વાગોળી સ્વામીજીની વાણીની જેમ જ તેઓની કલમ પણ દેશ વિદેશમાં ખૂબ જ આવકાર પામશે તેવી લાગણી વ્યક્ત કરી
વડોદરા: વિશ્વવ્યાપી બી એ પી એસ સંસ્થા ના સંત ,વૈશ્વિક વ્યાખ્યાતા પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી કે જેઓની વાંચન પ્રત્યેની ધગશ રૂપી સુવર્ણમાં પોતાના ગુરુવર્યો બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ રૂપી સુગંધ ભળતાં છેલ્લા ત્રણ દાયકાઓ થી પંદર હજાર થી વધુ વ્યાખ્યાનો દ્વારા શ્રોતાઓ ને વિશેષ રીતે યુવા વર્ગ ને પ્રેરક ઉદબોધનો થકી ઉત્સાહ સભર જીવન જીવવા નો બોધ પૂરો પાડ્યો છે. જીવન માં પળે પળ અનુભવાતી અશાંતિ વચ્ચે સ્પષ્ટતા, શક્તિ અને શાંતિ ની ત્રિવેણી રૂપી સત્ય ને ઉજાગર કરતું ,૩૧૨ પૃષ્ઠ ધરાવતું આ પુસ્તક એટલે પૂજ્ય ડો જ્ઞાનવત્સલ સ્વામી લિખિત પુસ્તક “Inspired ; Daily Wisdom and Holistic Living”. ત્રણ દિવસ પહેલા ઉજવાયેલ વિશ્વ પુસ્તક દિવસ અન્વયે આજ રોજ રવિવારે સાંજે વિશ્વપ્રસિદ્ધ પેંગ્વીન એન્ટરપ્રાઈઝ પ્રકાશિત આ પુસ્તક નું વિમોચન રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વાડીલાલના ચેરપર્સન રાજેશભાઈ ગાંધી ઉપરાંત એમ એસ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
અંગ્રેજીમાં કહેવાય છે કે કોઈપણ પુસ્તક નું મૂલ્યાંકન તેના મુખપૃષ્ઠ પરથી ના કરવું, પરંતુ આ પુસ્તક ના મુખ પૃષ્ઠ પર સ્વામીજી નું નામ વાંચતા જ વાચક ને સ્વામીજીની વાણીનો વૈભવ અસંખ્ય વખત માણ્યા બાદ તેઓની કલમ નો કસબ વાંચવાની ઉત્કંઠા થયા વગર નહીં રહી શકે તે હકીકત છે.પૂજ્ય સંતો સહ ઉપસ્થિત આઠ હજાર થી વધુ ભાવિકો શુભેચ્છકો ને પ્રાસંગિક ઉદબોધનમાં વિજયભાઈ એ પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી સાથે ના તેઓના ત્રીસ વર્ષ થી વધુ સમયના સંબંધોના સંસ્મરણો વાગોળી સ્વામીજી ની વાણીની જેમ જ તેઓની કલમ પણ દેશ વિદેશ માં ખૂબ જ આવકાર પામશે તેવી લાગણી વ્યક્ત કરી વધુ અને વધુ પુસ્તકો લખવા આગ્રહ સભર વિનંતી કરી હતી. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે હું દુનિયા ના ઘણા દેશોમાં ગયો છું, દરેક દેશમાં બી એ પી એસ ની રવિ સભાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે .આની પાછળ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ છે.આ સાથે વાડીલાલ ના ચેરપર્સન રાજેશભાઈ ગાંધી ઉપરાંત એમ એસ યુનિવર્સિટી ઓફ બરોડા ના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા પણ પોતાના વક્તવ્યો માં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીના પ્રવચનો ની માફક તેઓના પુસ્તકો પણ ખૂબ જ લોકચાહના મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ ના અંત માં કાશ્મીર માં થયેલ આતંકી હુમલા માં જીવ ગુમાવનાર દેશવાસી ઓ ના આત્મા ની શાંતિ માટે તથા તેમના કુટુંબીઓ ને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ પ્રદાન કરે તે માટે પ્રાર્થના સહ સ્વામિનારાયણ મહામંત્ર નું નામ રટણ કરવા માં આવ્યું હતું.