Vadodara

ડોર ટુ ડોર કચરા કલેક્શનની ઓવરલોડ ફરતી ગાડીઓ મુદ્દે એક્શન ક્યારે? પવન ગુપ્તા

ડોર ટુ ડોર કચરા કલેક્શનની ઓવરલોડ ફરતી ગાડીઓ મુદ્દે એક્શન ક્યારે? પવન ગુપ્તા, કાર્યકારી પ્રમુખ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ

અગાઉ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી થી બે માસૂમોએ જીવ ગુમાવ્યા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં?

ઉત્તર ઝોનમાં જોખમી રીતે ફરતી ઓવરલોડ ડોર ટુ ડોર ની ગાડીને વડોદરા યુથ કોગ્રેસે પકડી પાડી

(પ્રતિનિધિ) વડોદરા તા. 20

શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં ઓવરલોડ કચરો ભરી શહેરના રોડ રસ્તાઓ ઉપર જોખમી રીતે ગાડીઓ ફરી રહી છે. અગાઉ પણ આ મામલે શહેરના જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ પાલિકા તંત્ર અને કોન્ટ્રાકટર વચ્ચે એવું તો ટ્યુનીગ બેઠેલું છે કે આ મુદ્દે કોઈ એક્શન લેવામાં આવી ન હતી. અગાઉ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી થી શહેરમાં બે માસૂમ બાળકોના મોત પણ નિપજ્યાં હતાં જે મુદે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા માંગ કરી હતી તદ્પરાંત
પાછલા દિવસોમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ગાડીમાં ચાલતા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે,ડોર ટુ ડોર ગાડીઓમાં નાના છોકરાઓનો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે નિયમોનું ઉલ્લંઘન કરી ગાડીની બહાર સાઇડ ગ્લાસમાં પાછળથી આવતા વાહનો પણ બંને તરફ ન દેખાય તે રીતે થેલાઓ લટકાવી નિયમ વિરૂદ્ધ ગાડીઓ ચલાવવામાં આવે છે જેવા વિવિધ મુદ્દાઓ પર ઘ્યાન દોરવામાં આવ્યું હતું સાથે જ આગામી 48 કલાકમાં પાલિકા દ્વારા આ તમામ બાબતો પર યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા સ્થળ પર જનતા રેડ કરી સત્ય વડોદરાના નગરજનો સામે લાવવામાં આવશે છતાં જાડી ચામડીના તંત્રને ફર્ક પડ્યો ન હતો ત્યારે ગત રોજ શુક્રવારી બજાર પાસે ઉત્તર ઝોનમા ચાલતી ડોર ટુ ડોર ની ગાડી નાના ભૂલકાઓને સાથે રાખીને ઓવર લોડ કરી કચરાનો વેપાર કરવા જતી હતી તે સમયે વડોદરા શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી પકડી લેવામાં આવેલ હતી અને આગળની કાર્યવાહી કરાવવામાં આવી હતી અને પાલિકા દ્વારા ડોર ટુ ડોર ની ગાડીઓ મા ચાલતી લાલીયાવાડી ઉજાગર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી થી માસૂમના મોત મામલે ડ્રાઇવર પાસે લાયસન્સ પણ ન હતું તેમ જાણવા મળ્યું હતું.શહેરમા ચાવતા ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ પર ફરજ બજાવતા કેટલા કર્મચારીઓ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના જરુરી દસ્તાવેજો છે? કેટલા કોન્ટરાક્ટરો દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરાવવામાં આવે છે? ઓવરલોડ અન્ય લોકો માટે જોખમી રીતે શહેરના રાજમાર્ગો પર ફરતી ગાડીઓ કે કોન્ટ્રાકટર પર પગલાં કેમ લેવામાં આવતા નથી તેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે.

Most Popular

To Top